ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી, ટંકારા અને વાંકાનેરમાં દયાનંદ સરસ્વતી જન્મજયંતી નિમિત્તે તા.૧૨ ફેબ્રઆરીએ સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન


SHARE













મોરબી, ટંકારા અને વાંકાનેરમાં દયાનંદ સરસ્વતી જન્મજયંતી નિમિત્તે તા.૧૨ ફેબ્રઆરીએ સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન

મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મજયંતી નિમિત્તે ભકિત યોગ કેન્દ્ર અને વિનય કરાટે એકેડમી દ્વારા સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.આજના આધુનિક સમયમાં યુવાનો અને બાળકોને મહાન વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા મળતી રહે તેવા શુભ આશયથી આગામી ૧૨ મી ફેબ્રઆરીના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મજયંતી નિમિત્તે સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.સામુહિક સુર્યનમસ્કાર સ્પર્ધા તા.૧૨-૨-૨૩ ને રવિવારે સવારે છ કલાકે રામોજી ફાર્મ રવાપર-કેનાલ રોડ મોરબી ખાતે યોજાશે.

સૂર્યનમસ્કાર હજારો વર્ષોથી ઉગતા સૂર્યની સમક્ષ કરવામાં આવતી ઉપાસના છે.વૈદિક સંસ્કૃતિની યોગ મિમાંશામાં તેનો પાયો જોવા મળે છે.સૂર્યનમસ્કારના દૈનિક અભ્યાસ દ્વારા શારીરિક, માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક તેમજ ભાવનાત્મક એમ પાંચ સ્તરનો વિકાસ થાય છે.સૂર્યનમસ્કારના નિયમિત અભ્યાસથી વ્યક્તિમાં સર્વના કલ્યાણની ઊંડી સમજ આવે છે તથા તંદુરસ્ત જીવનશૈલીથી જીવન જીવવામાં મદદ મળે છે.સૂર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રાચીન પદ્ધતિ એટલે સૂર્યનમસ્કાર.સૂર્યનમસ્કારનો અભ્યાસ કરવાથી સાધકનું શરીર નિરોગી અને સ્વસ્થ થાય છે અને તેજસ્વીપણું વધે છે. 'સૂર્યનમસ્કાર' સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન તથા વૃદ્ધ બધાને માટે ઉપયોગી છે.સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે.સ્પર્ધા પાંચ વિભાગમાં યોજાશે.જેમા અલગ અલગ ઉંમરના લોકો ભાગ લઈ શકશે ભાઈઓ અને બહેનો માટે અલગ ગ્રુપ રાખવામાં આવશે.દરેક વિભાગમાં કુલ ૧૦ વિજેતા નંબર આપી, કુલ ૧૦૦ સ્પર્ધકને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.સામુહિક સુર્ય નમસ્કાર સ્પર્ધાની રજીસ્ટ્રેશન ફી ૧૫૦ રૂપિયા રહેશે.સ્પર્ધામાં ૫૦ કે તેથી વધુ સ્પર્ધકનું રજીસ્ટ્રેશન કરાવનાર શાળા, કોલેજ, સંસ્થા કે ગ્રુપનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે.રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે વિનય કરાટે એકેડેમી અને ભક્તિ યોગ કેન્દ્ર અવની ચોકડી પાસે કેનાલ રોડ મોરબીના વાલજી ડાભી (95862 82527, 94096 63627), ચાંદનીબેન ધોરિયાણી (76984 85084), મયુરભાઈ કારિયા (99984 49051), મનીષાબેન રાચ્છ (94299 78876), દિલીપભાઈ કંઝારીયા (99790 10755) અને ટંકારા માટે કંચનબેન સારેસા (95589 26180), વાંકાનેર માટે દિપાલીબેન આચાર્ય (92652 56365) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે






Latest News