માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાએ લૂલા બચાવ માટે કર્યો ઠરાવ !: નિષ્ફળતા નિશ્ચિત કરવા ફટકારેલ નોટીસ સામે સરકાર પાસે ડૉક્યુમેન્ટ માંગ્યા


SHARE













મોરબી પાલિકાએ લૂલા બચાવ માટે કર્યો ઠરાવ !: નિષ્ફળતા નિશ્ચિત કરવા ફટકારેલ નોટીસ સામે સરકાર પાસે ડૉક્યુમેન્ટ માંગ્યા

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાને ધ્યાને રાખીને પાલિકાની બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે ત્યારે સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી મોરબી પાલિકાને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને જનરલ બોર્ડની બેઠક બોલાવીને જવાબ આપવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો જેથી કરીને પાલિકામાં આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં ઝૂલતા પૂલની ઘટના પછી સીટ દ્વારા તમામ ડૉક્યુમેન્ટ કબજે કરવામાં આવેલ છે જેથી જવાબ આપવા માટે સરકાર પાસેથી ડૉક્યુમેન્ટ માંગવામાં આવશે અને તે ડૉક્યુમેન્ટ આવ્યા પછી જવાબ આપવામાં આવશે તેવો સર્વાનુમતે ઠરાવ કરીને જવાબ નક્કી કરવામાં આવ્યો છે

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત નિપજ્યાં હતા તો પણ સંદર્ભે હજુ સુધી મુખ્ય આરોપી કોણ ? મુખ્ય દોષિત કોણ ? તે સ્પષ્ટ થયું નથી અને હાઇકોર્ટમાં સુઓમોટો તેમજ જાહેર રીતની અરજી બાબતે સુનવણીઓ ચાલી રહી છે બીજી બાજુ ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલને પકડવા માટેની ગતિવિધિને તેજ કરવામાં આવી છે અને સરકાર તરફથી મોરબી નગરપાલિકાને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને જનરલ બોર્ડની બેઠક બોલાવીને જવાબ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો જેથી કરીને આજે મોરબી નગરપાલિકા કચેરી ખાતે બપોરે સાડા ત્રણ વાગ્યે જનરલ બોર્ડની બેઠક બોલવામાં આવી છે જેમાં પાલિકાના બાવનમાંથી ૧૩ સભ્યો ગેરહાજર રહ્યા હતા અને બાકીના સભ્યો દ્વારા પહેલા ઝૂલતા પુલના દિવંગત આત્માઓ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને મૌન પાળીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

ત્યાર બાદ બોર્ડની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ગત બોર્ડમાં લેવામાં આવેલ ઠરાવોને બહાલી આપવાનો ઠરાવ સર્વાનુમતે નામંજૂર કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સરકારે આપેલ નોટિસની ચર્ચા કરવામાં આવી હતી જેમાં બોર્ડમાં હાજર રહેલા પ્રમુખ સહિતના સભ્યો દ્વારા એવો ઠરાવ કરવામાં આવેલ છે કે, સરકાર તરફથી મળેલી નોટીસમાં પાલિકાની જવાબદારી નક્કી કરવામાં જે બાબતો રજુ થયેલ છે તેનું રેકર્ડ સરકારની નિયુક્ત તપાસ સમિતિએ જે તે સમયે હસ્તગત કરેલ છે અને સરકારની નોટીસમાં પણ નોટીસના મુદાઓ પરત્વેનું કોઈ સાહિત્ય કે આધારપત્રો નોટીસ સાથે આપવામાં આવેલ ના હોય આ બાબતે સરકાર દ્વારા આપવામાં આવેલ નોટીસના જરૂરી સાધનિક કાગળો અને આધાર પુરાવા સરકારમાંથી માંગવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે અને તે માહિતી મળ્યા પછી પાલિકામાંથી સભ્યો દ્વારા રજૂ કરવામાં આવશે ત્યાર બાદ પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાનેથી એક પણ એજન્ડા મૂકવામાં આવેલ ન હતા અને બોર્ડની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી જો કે, પાલિકા નિષ્ફળ ગયેલ હોય તેને સુપર સીડ કેમ ન કરવી તેના માટે સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી નોટિસ આપવામાં આવી છે અને પાલિકાના પ્રમુખ સહિતના સભ્યો દ્વારા સરકાર પાસે કાગળો માંગીને જવાબ રજૂ કરવાનો જવાબ આપવામાં આવેલ છે જે ખરેખર લૂલા બચાવ સમાન કહીએ તો જરાપણ અતિશયોક્તિ નથી






Latest News