અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

પતિના વ્યસન છોડાવીને બચતની રકમ પત્ની સમાજમાં આપે: મોરબી જિલ્લા ઉમિયા પરિવારના સમૂહલગ્નમાં કાંતિભાઈ અમૃતિયાની ટકોર


SHARE







પતિના વ્યસન છોડાવીને બચતની રકમ પત્ની સમાજમાં આપે: મોરબી જિલ્લા ઉમિયા પરિવારના સમૂહલગ્નમાં કાંતિભાઈ અમૃતિયાની ટકોર

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન ચાંચાપર ગામે કરવામાં આવ્યું હતું તેમાં એક જ માંડવા નીચે ૫૬ નવ યુગલએ સંતો મહંતો અને સમાજના આગેવાનોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગલાં માંડ્યા હતા ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ એવી મહિલાઓને એવી ટકોર કરી હતી કે, તમારા પતિને કોઈ પણ વ્યસન હોય તો તે છોડાવો અને તે બચતની રકમ સમાજ ઉપયોગી કામ કરતી સંસ્થામાં આપશો તો પણ તમારું મોટું યોગદાન ગણાશે

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વખતે સમાજની ૫૬ દીકરીઓના સમાજના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં સમૂહલગ્ન યોજાયા હતા આ તકે સીદસર મંદિરના ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, બગથળા નકલંક મંદિરના મહંત દમજીભગત, ગોવિંદભાઇ ધોળકિયા, આર.પી.પટેલ, નેવીલભાઈ પટેલ, ગોવિંદભાઇ વરમોરા, પ્રવીણભાઈ ભાલોડીયા, વાલજીભાઇ ફળદુ, સાંસદ મોહનભાઇ કુંડારિયા, માજી મંત્રી જયંતિભાઈ કવાડીયા અને બ્રિજેશભાઇ મેરજા, બાબુભાઇ ઘોડાસરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા

આ સમૂહલગ્નમાં દીકરીઓને દાતાન સહયોગથી આયોજકો તરફથી સોનાથી લઈને સોય સુધી કુલ મળીને ૬૮ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આપવામાં આવી હતી અને મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિના પ્રમુખ મનસુખભાઇ કૈલાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે સમાજના નબળા વર્ગના લોકો જ સમૂહલગ્નમાં જોડાય તે વ્યાખ્યાને પાટીદાર સમજે બદલી નાખી છે અને છેલ્લા વર્ષોમાં આ સમિતિ દ્વારા દાતાના સહયોગથી કુલ મળીને ૧૬૦૦ થી વધુ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે તો આગેવાનો તેમજ સંતોએ પ્રાસંગિક પવચન કર્યું હતું

જો કે, કાંતિભાઈ અમૃતિયાએ વ્યાજના વિશ ચક્રમાં ફસાયેલા સમાજના યુવાનો સહિતનાઓએ કોઈનો પણ ડર રાખવાની જરૂર નથી વ્યાજખોરોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી તેમજ સામાન્ય રીતે સમાજના કામ માટે પુરુષો જ ફાળો આપતા હોય છે ત્યારે પતિનીઓ તેના પતિને કોઈ પણ વ્યસન હોય તો તે છોડાવીને તે બચતની રકમ સમાજ ઉપયોગી સંસ્થામાં આપશે તો તેનું તે મોટું યોગદાન ગણાશે






Latest News