અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લોક સેવા કેન્દ્રના કર્મચારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







વાંકાનેરમાં લોક સેવા કેન્દ્રના કર્મચારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર શહેરમાં આવેલ લોક સેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કર્મચારી પાસેથી સરકારી યોજનાની માહિતી મેળવ્યા બાદ તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને માથાકૂટ કરનારા શખ્સની સામે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના મિલ પ્લોટ શેરી નં-૫ માં રહેતા વિનોદભાઈ રામદાસભાઇ રાઠોડ જાતે અનુસૂચિત જાતિ (વણકર સાધુ)એ હાલમાં ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા રાજેશભાઈ બરાસરાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ વાંકાનેરમાં ભાજપ કાર્યાલયની બાજુમાં આવેલ લોક સેવા કેન્દ્ર ખાતે છેલ્લા દોઢેક વર્ષથી લોકોને સરકારી યોજનાની માહિતી આપવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે લોક સેવા કેન્દ્ર ખાતે આવેલ રાજેશભાઈએ તેને સરકારી યોજનાની માહિતી પૂછી હતી અને ત્યારબાદ સરકારની યોજનાઓમાંથી કેટલીક યોજનાઓનો લાભ જાતિ આધારિત મળતો હોય છે તેવું તેમણે પૂછ્યું હતું જેનો જવાબ આપતા આમાંથી મોટાભાગની યોજનાઓ અનુસૂચિત જાતિ માટેની જ છે અમારા જેવા સવર્ણોને તો આ યોજનાનો કોઈ લાભ મળતો નથી એવું કહ્યું હતું અને ત્યારબાદ તેણે ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરી હતી અને ગાલ ઉપર ઝાપટ મારીને જેમ ફાવે તેમ બોલીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરલે અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આઇ.પી.સી.કલમ- ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા અનુસુચિત જાતિ અને અનુ.જનજાતિ પ્રતિબંધ અધિનિયમ કલમ ૩(૧) (આર) (એસ), ૩(૨) (૫-એ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસેથી વાંકાનેરના દિગ્વિજય નગરમાં પેડક સોસાયટીમાં રહેતા વિશાલભાઈ અશ્વિનભાઈ ગોહેલ જાતે ખવાસ રજપૂત (૩૧) પોતાનું બાઈક નં. જીજે ૩ એસ ૧૧૬૫ લઈને જતા હતા ત્યારે આરોપીએ પોતાનું બાઈક નં. જીજે ૩૬ એઇ ૭૮૪૮ તેની સાથે અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદી યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં સારવાર લીધા બાદ તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News