મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા સાત આરોપીઓની જામીન અરજીનો શનિવારે હુકમ


SHARE











મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા સાત આરોપીઓની જામીન અરજીનો શનિવારે હુકમ

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા પુલનું મેનેટમેંટ અને મેંટેનન્સ કરતી એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને બંને એજન્સીના સ્ટાફમાંથી કુલ મળીને નવ આરોપીને પકડવામાં આવ્યા હતા જેની સામે મોરબીની કોર્ટમાં ચાર્જસીટ પણ મુકાઈ ગયું છે ત્યારબાદ અગાઉ પકડાયેલા નવ આરોપી પૈકીના સાત આરોપીઓ દ્વારા મોરબી ડિસ્ટ્રીક કોર્ટમાં જામીન મેળવવા માટે વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં બંને પક્ષના વકીલો દ્વારા ગુરૂવારે દલીલો કરવામાં આવી હતી અને હવે આગામી તા ૪ ના રોજ હુકમ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પુલનું મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ સંભાળતી એજન્સીના કુલ મળીને જયસુખભાઇ પટેલ સહિતના ૧૦ આરોપીઓને પકડવામાં આવેલ છે જેમાંથી નવ આરોપીઓને પહેલા પકડવામાં આવ્યા હતા તેમાં દીપકભાઇ નવીનચંદ્ર પારેખ (૪૪), દિનેશભાઈ મહાસુખરાય દવે (૪૧), મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા (૫૯), મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (૬૩), દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર (૩૧), અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (૨૫), દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (૩૩) અને મુકેશભાઈ ચૌહાણ (૨૭) નો સમાવશે થાય છે

મોરબીની કોર્ટમાં ચાર્જસીટ મુકાઈ ગયુ છે ત્યારબાદ અગાઉ પકડાયેલા નવ આરોપીઓમાંથી સાત આરોપીઓ દ્વારા મોરબીની ડીસ્ટ્રીક કોર્ટમાંથી જામીન મેળવવા માટે થઈને તેના વકીલ મારફતે જામીન અરજી મુકવામાં આવી હતી જેથી કરીને સરકારી વકીલ એસ.કે. વોરા અને આરોપીઓના જુદાજુદા વકીલો દ્વારા મોરબીની ડિસ્ટ્રીક કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી જેમાં આરોપીઓના વકીલો દ્વારા પોતાની વ્યક્તિગત કોઈ જવાબદારી નથી તેવું કહેવામા આવી રહ્યું હતું ત્યારે સરકારી વકીલે કહ્યું હતું કે, આ ગુનામાં બધાની સરખી જ બેદરકારી છે એટલા જ માટે આ દુર્ઘટના બની છે તેવું કહેવામા આવ્યું હતુ જેથી બંને પક્ષના વકીલોની દલીલ સાંભળ્યા બાદ આગામી તા ૪ ના રોજ કોર્ટ જમીન અરજી માટેનો હુકમ કરશે તેવો આદેશ કરવામાં આવેલ છે હાલમાં જે આરોપીની જમીન માટેની અરજીઓ મૂકવામાં આવી છે તેમાં દીપકભાઇ નવીનચંદ્ર પારેખ, દિનેશભાઈ મહાસુખરાય દવે, મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ અને મુકેશભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે






Latest News