માળીયાના અંજીયાસર ગામ પાસેથી કતલખાને લઈ જવાતા બે બળદને બચાવ્યા, બોલેરો છોડીને આરોપી ફરાર
ટંકારાના છતર પાસે મોડી રાતે કેમિકલ ફેંકી જતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ !
SHARE
ટંકારાના છતર પાસે મોડી રાતે કેમિકલ ફેંકી જતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ !
ટંકારાના છતર ગામે મોડી રાતે અચાનક તીવ્ર દુર્ગંધ આવતી હતી અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી જેથી પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થયાનો લોકોમાં ભય હતો જો કે, ત્યાર બાદ ગામ નજીક કોઈ દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળી ગયા હોવાનું ધ્યાને આવતા લોકોએ તે અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે
ટંકારાના છતર પાસે રાત્રીના સાડા દસ વાગ્યાના અરસાથી અચાનક જ તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી અને લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી જેને કારણે અડધા ગામના લોકો ગામ છોડી રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ વસિલા હોટેલ પાસે પહોંચી ગયા હતા જો કે આ અંગે જાણ કરવામાં આવતા મામલતદાર ટીમ, પ્રદુષણ વિભાગ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અને ગામની નજીક કોઈ કેમિકલ ઢોળી ગયું હતું. જેથી કરીને કેમિકલ અત્યંત દુર્ગંધ યુક્ત હોવાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ મામલે પ્રદુષણ વિભાગના અધિકારી વાઘેલાએ જણાવ્યું છે કે ગામમાં કોઈ કેમિકલ ભરેલું ટેન્કર ઠાલવીને જતું રહ્યું હોવાથી કેમિકલના નમૂના લેવામાં આવ્યા છે. હવે આ નમૂના લેબમાં મોકલવામાં આવશે અને રીપોર્ટ બાદ ખ્યાલ આવશે કે આ કેમિકલ કઈ પ્રકારનુ છે.