હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પૂલ કેસના સાત આરોપીઓની જામીન અરજી નામંજૂર


SHARE







મોરબી ઝૂલતા પૂલ કેસના સાત આરોપીઓની જામીન અરજી નામંજૂર

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા પુલનું મેનેટમેંટ અને મેંટેનન્સ કરતી એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને બંને એજન્સીના સ્ટાફમાંથી કુલ મળીને નવ આરોપીને પકડવામાં આવ્યા હતા જે નવ આરોપી પૈકીના સાત આરોપીઓ દ્વારા મોરબી ડિસ્ટ્રીક કોર્ટમાં જામીન મેળવવા માટે વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી જેને નામંજૂર કરવામાં આવેલ છે

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પુલનું મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ સંભાળતી એજન્સીના કુલ મળીને જયસુખભાઇ પટેલ સહિતના ૧૦ આરોપીઓને પકડવામાં આવેલ છે જેમાંથી નવ આરોપીઓને પહેલા પકડવામાં આવ્યા હતા અને મોરબીની કોર્ટમાં ચાર્જસીટ મુકાઈ ગયુ છે ત્યારબાદ અગાઉ પકડાયેલા નવ આરોપીઓમાંથી સાત આરોપીઓ દ્વારા મોરબીની ડીસ્ટ્રીક કોર્ટમાંથી જામીન મેળવવા માટે થઈને તેના વકીલ મારફતે જામીન અરજી મુકવામાં આવી હતી જેમાં સરકારી વકીલ અને આરોપીના વકીલની અગાઉ દલીલ સાંભળવામાં આવી હતી ત્યાર બાદ આજે મોરબી ડિસ્ટ્રીક કોર્ટના જજ દ્વારા સાતેય આરોપીના જામીન માટેની અરજીને રદ કરવામાં આવેલ છે અને ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી ચાર્જશીટને કમિટ કરીને ડિસ્ટ્રિક્ટ કોર્ટ મોકલાવવામાં આવેલ છે 






Latest News