મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બોરીચાવાસ નજીક મારામારીમાં ઈજા થતા યુવાન સારવારમાં


SHARE











મોરબીના બોરીચાવાસ નજીક મારામારીમાં ઈજા થતા યુવાન સારવારમાં

મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં રહેતા યુવાનને સબજેલ ચોકમાં પાનની દુકાન પાસે મારામારીના બનાવમાં ઈજા પહોંચતા તેને સારવારમાં ખસેડાયો હતો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના બોરીચાવાસમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામકાજ કરતા મનોજ રામસુરભાઈ કુંભરવાડીયા નામના ૩૨ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સિવિલે સારવારમાં ખસેડાયો હતો અને હોસ્પિટલ સ્ટાફ તરફથી સીટી એ ડિવિઝન પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવતા તપાસ અધિકારી એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે બોરીચાવાસ નજીક સબજેલ ચોકમાં આવેલ ડીલક્ષ પાન નજીક પાનવાળા વિજયભાઈ દ્વારા કોઈ કારણોસર થયેલ બોલાચારી બાદ મનોજ કુંભારવાડીયાને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને મનોજભાઇને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હાલ આ અંગે નોંધ કરીને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામ પાસે આવેલ મેક્સ ગ્રેનાઈટો નજીક રહેતા સુધાંશુ જુગેન્દ્રકર નામના ૪૦ વર્ષના યુવાનને કારખાના પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા તેને પણ સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદમાં મીઠાના ગંજા પાસે રહેતા સબીરભાઈ ઉમેદભાઈ જીલ્લા નામનો ૩૧ વર્ષનો યુવાન મોરબીના સામાકાંઠા ખાતે આવેલ ગુરુકૃપા હોટેલ નજીક સર્વિસ રોડ ઉપરથી બાઇક લઇને જતો હતો ત્યારે સામેથી આવતા ટ્રકની લાઈટમાં અંજાઈ જવાથી બેલેન્સ ન રહેતા તે પડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ મોરબીના માધાપરા શેરી નંબર-૧૪ માં રહેતા આશિયાનાબેન મહમદભાઈ પાયક નામની ૨૯ વર્ષીય મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા તેણીને પણ સારવારમાં સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડાયા હતા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના એલઇ કોલેજ રોડ ઉપર તેઓ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે તેઓના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા થતા તેમને સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા

રાજકોટના રહેવાસી રાહુલ અરૂણભાઇ બોરીયા નામના ૨૧ વર્ષના યુવાનને મોરબીના લાલપર ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયો હતો હાલ તાલુકા પોલીસ મથકના જીજ્ઞાસાબેન કણસાગરા આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.તેમજ લાલપરના રહેવાસી રાહુલ ધરમશીભાઈ રાઠોડ નામના ૨૫ વર્ષના યુવાનને ઘરે થયેલ મારામારીમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે સિવિલે લાવવામા આવ્યો હતતો જેથી તાલુકા પોલીસે આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.તપાસ અધિકારી જીજ્ઞાશાબેન કણસાગરા પાસેથી મળતી માહિતી મુજબ હાલ રાહુલ અરૂણભાઈના પત્ની લાલપર ગામના હોય અને માવતરે આવ્યા હોય રાહુલભાઈ પોતાના સસરાને ત્યાં આવ્યા હતા અને દરમિયાનમાં પતિ-પત્નીને ઝઘડો થયો હતો અને બાદમાં તેમના સાળા રાહુલ ધરમશીભાઈ રાઠોડ સાથે બોલાચલી તથા તે બંને વચ્ચે મારામારી થઈ હતી અને જેથી કરીને બંનેને ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતા.






Latest News