મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી કોલ એસો., માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ-વેપારી એસી., રફાળેશ્વર જીઆઇડીસી એસો., અદેપર-નારાણકા ગ્રામ પંચાયતનું જયસુખભાઇ પટેલને સમર્થન


SHARE











મોરબી કોલ એસો., માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ-વેપારી એસી., રફાળેશ્વર જીઆઇડીસી એસો., અદેપર-નારાણકા ગ્રામ પંચાયતનું જયસુખભાઇ પટેલને સમર્થન

મોરબીમાં ઝૂલતાપૂલ કેસમાં ઓરવા ગ્રૂપના જયસુખભાઈ પટેલની ધરપકડ કરીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે ત્યારે જુદીજુદી સંસ્થાઓ દ્વારા તેને સમર્થન આપવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી કોલ એસો., માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ અને વેપારી એસી., રફાળેશ્વર જીઆઇડીસી એસો., રાજપર યુવા ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન, અદેપર ગ્રામ પંચાયત અને નારાણકા ગ્રામ પંચાયત વિગેરે સંસ્થાઓએ સમર્થન આપ્યું છે

મોરબીમાં ઝુલતા પુલ તૂટી પડતાં ૧૩૫ લોકોના મોત થાય હતા અને ૧૦૦ વધુ લોકોને ઇજાઓ થયેલ હતી આ ઘટનામાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલની ધરપકડ કરીને પોલીસે હાલમાં તેને રિમાન્ડ ઉપર લીધેલ છે ત્યારે જુદીજુદી સંસ્થાઓ દ્વારા તેના પિતા અને ભાલોડીયા પરિવાર તેમજ જયસુખભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ સેવાકીય કામોને યાદ કરીને તેને સમર્થન આપવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી કોલ એસો. માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ અને વેપારી એસી., રફાળેશ્વર જીઆઇડીસી એસો., રાજપર યુવા રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન, અદેપર ગ્રામ પંચાયત અને નારાણકા ગ્રામ પંચાયત દ્વારા જયસુખભાઇને  સમર્થન આપવામાં આવ્યું છે અને ઝુલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનેલ સર્વે દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે અને મોરબી પંથકમાં ભામાશા તથા સમાજ સેવી પરિવાર તરીકે જાણીતા જયસુખભાઇ પટેલ દ્વારા મોરબીની  અસ્મિતાને જાળવવા માટે ઝૂલતા પુલની જવાબદારી સ્વીકારવામાં આવી હતી મોરબીની અદેપર અને નારણકા ગ્રામ પંચાયત પણ જયસુખભાઈ પટેલના સમર્થનમાં આવી છે લેટર આપવામાં આવ્યો છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં પુલ દુર્ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને જયસુખભાઈ પટેલએ આ કેસમાં સરેન્ડર કર્યું છે ત્યાર બાદ ઘણી બધી સંસ્થાઓ જયસુખભાઈના સમર્થનમાં આવી છે. ત્યારે આ પરિવાર  દ્વારા કરવામાં આવેલા લોક ઉપયોગી કામોને ધ્યાને રાખીને બંને ગ્રામ પંચાયત પણ તેમના સમર્થનમા આવી છે






Latest News