મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં વકીલોએ સૂત્રોચ્ચાર કરીને જંત્રી દરમાં થયેલ ભાવ વધારાનો કર્યો વિરોધ: આવેદનપત્ર પાઠવ્યું


SHARE







મોરબીમાં વકીલોએ સૂત્રોચ્ચાર કરીને જંત્રી દરમાં થયેલ ભાવ વધારાનો કર્યો વિરોધ: આવેદનપત્ર પાઠવ્યું

સરકાર રાતોરાત જંત્રીના ભાવોમાં વધારો કર્યો છે જેથી કરીને મિલકતના ખરીદ વેચાણ ઉપર તેની સીધી જ અસર પડે તેવી શક્યતા છે જેથી કરીને મોરબીમાં રેવન્યુ પ્રેકટીસ કરતા વકીલો દ્વારા તાલુકા સેવા સદનની બહારના ભાગે સૂત્રોચાર કરીને સરકારના જંત્રીના ભાવ વધારાના નિર્ણયને બિન સંવેદનશીલ ગણાવીને તેને તાત્કાલિક પાછો ખેચવાની માંગ કરી છે અને કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું

મોરબી રેવન્યુ બાર એસો.ના સાથે જોડાયેલા અને રેવન્યુ પ્રેક્ટિસ કરતાં વકીલોએ સરકાર જંત્રીના ભાવોમાં જે વધારો કર્યો છે તેનો વિરોધ કરેલ છે અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યાર પહેલા મોરબી તાલુકા સેવા સદન ખાતે જંત્રીના ભાવોમાં ડબલ ગણો વધારો કરવામાં આવ્યો છે તેના વિરોધમાં સૂત્રોચાર પણ કરવામાં આવ્યા હતા અને સરકારના આ નિર્ણયથી લોકો જમીન કે મકાનની ખરીદી કરશે તો તેમાં આર્થિક ભારણ વધી જશે જેથી કરીને મિલક્તનું ખરીદ વેચાણ ઘટશે વધુમાં વકીલોએ જણાવ્યુ હતું કે, હાલમાં મોરબી સહિત ગુજર્ટમાં બાંધકામ ક્ષેત્રે મંદી છે. તેવા સમયે પણ મોરબીમાં દરરોજ સરેરાશ ૧૧૦ જેટલા દસ્તાવેજ થતા હતા જો કે, તે હવે અડધા થઈ જશે માટે જંત્રી દરમાં કરાયેલ વધારાને પાછો ખેચવામાં આવે તેવી માંગ કરેલ છે

સિનિયર સીટીઝન

મોરબીના સિનિયર સિટીઝનો દ્વારા સીએમને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, સરકારે જંત્રી દરમાં ડબલ ગણો વધારો કર્યો છે જેથી કરીને સામાન્ય-મધ્યમવર્ગને જમીન અને મકાનની ખરીદી કરવું મુશ્કેલ બની ગયું છે ત્યારે સામાન્ય વર્ગને જમીન અને મકાનની ખરીદીમાં નવા જંત્રી દરથી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે જેથી કરીને સિનિયર સીટીઝન મંડળે જંત્રી દરમાં ડબલ ગણો વધારો કર્યો છે તેને પાછો ખેંચવાની માંગ કરેલ છે અને તાજેતરમાં કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં સિનિયર સીટીઝન માટે કોઈ કન્સેશન આપવામાં આવ્યું નથી જેથી કરીને કેન્દ્રિય નાણાંમંત્રીને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, રેલવે બજેટને અમૃતકાળનું બજેટ ગણાવ્યું છે પરંતુ સિનિયર સીટીઝનને તેના કોઈ રાહત આપવામાં આવી નથી જેથી કરીને સિનિયર સીટીઝન માટે રેલવેમાં કન્સેશનની સુવિધા ચાલુ કરવામાં આવેટે તેવી માંગ કરી છે






Latest News