લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાન પાસેથી જમીન-ગાડી પડાવી લીધા તો પણ વ્યાજની પઠાણી ઉઘરાણી: બે સામે નોંધાયો ગુનો


SHARE





વાંકાનેરમાં યુવાન પાસેથી જમીન-ગાડી પડાવી લીધા તો પણ વ્યાજની પઠાણી ઉઘરાણી: બે સામે નોંધાયો ગુનો

વાંકાનેર તાલુકાનાં મહીકા ગામના રહેવાસી યુવાને મિલકત ગીરવે મૂકીને વ્યાજે ૩૦ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તે દર મહિને દોઢ લાખ રુપિયાનું વ્યાજ આપતો હતો તો પણ યુવાનની માલીકીની જમીન તેમજ ફોરવ્હીલ ગાડી વ્યાજ ખોરો દ્વારા પડાવી લેવામાં આવી હતી અને તેની પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી કરીને યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાનાં મહીકા ગામના રહેવાસી અને હાલમાં રાહત સોસાયટી ઉન પાટીયા ગભેની નીયર અમીના હોસ્પીટલ સુરત પાસે રહેતા ઈલ્મુદીન હબીબભાઇ બાદી જાતે મોમીન મુસ્લીમ (૪૦)એ કાદરીબાપુ રહે. વાંકાનેર (૯૯૭૯૪ ૬૬૮૪૪) તથા પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા રહે. અમદાવાદ (૯૯૭૪૧ ૦૪૭૬૬) સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને આરોપીઓ પાસેથી પોતાની મીલ્કત ગીરવે મુકી તેનુ લખાણ કરી આપીને તા.૧૨/૧૦/૨૦૨૦ નારોજથી ઉંચા વ્યાજે રૂપીયા ૩૦,૦૦,૦૦૦ લીધા હતા અને જેનુ માસિક પાંચ ટકા લેખે વ્યાજ આપવાનું હતું જેથી માસીક રૂપીયા ૧,૫૦,૦૦૦ વ્યાજ પેટે ચુકવવાનુ નકકી કરેલ હતું અને આજદીન સુધીમા ફરીયાદીની માલીકીની જમીન તેમજ ફરીયાદીની માલીકીની ફોરવ્હીલ ગાડી જેનો આર.ટી.ઓ નં. જીજે ૧ કેવાય ૦૩૦૨ જેની કિંમત ૧૦,૦૦,૦૦૦ રૂપિયા થાય છે તે વ્યાજ પેટે આરોપી પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમાએ બળજબરીથી લઇ લીધેલ છે અને ફરીયાદીને અવાર નવાર વ્યાજની ઉઘરાણી કરવા માટે અપહરણ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે આટલું જ નહીં વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે આવેલ કાદરી બાપુની ઓફીસે બોલાવીને યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને અગાઉ આરોપીએ બળજબરીથી મીલ્કત પડાવી લીધી હતી જેથી બંને વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતે અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૪૦, ૪૨(એ), ૪૨(ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News