લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલની ઘટનામાં પાલિકામાં કોની ઉપર ઠીકરું ભાંગશે ?: હાઇકોર્ટના વકીલોનું સતત લેવાતું માર્ગદર્શન


SHARE





મોરબી ઝૂલતા પુલની ઘટનામાં પાલિકામાં કોની ઉપર ઠીકરું ભાંગશે ?: હાઇકોર્ટના વકીલોનું સતત લેવાતું માર્ગદર્શન

મોરબી પાલિકાને અગાઉ સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી અને પાલિકાને સુપરસીડ શા માટે ન કરવી તેનો જનરલ બોર્ડ બોલાવીને જવાબ માગવામાં આવ્યો હતો જેમાં પાલિકાના પદાધિકારીઓ અને સભ્યો દ્વારા પાલિકામાં જરૂરી દસ્તાવેજી પુરાવા ન હોવાથી દસ્તાવેજી પુરાવા મળશે ત્યાર પછી જવાબ આપશુ તેવો જવાબ તૈયાર કરીને સરકારમાં મોકલાવ્યો હતો જેથી કરીને શહેરી વિકાસ વિભાગમાંથી મોરબી પાલિકાને સીટના રિપોર્ટ સહિત ૫૦ પાના આપવામાં આવેલ છે અને મોરબી પાલિકાનો સ્પષ્ટ જવાબ માંગવામાં આવ્યો છે ત્યારે ઝૂલતા પુલની ઘટનામાં કોઇની માથે ઠીકરું ભાંગવું તેના માટે હાલમાં પાલિકાના જુદાજુદા બે જુથ્થ દ્વારા સતત હાઇકોર્ટના વકીલનું માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે

મોરબી પાલિકા હસ્તકનો જુલતોપુલ છેલ્લે ઓરેવા ગ્રુપને સંચાલન માટે આપવામાં આવ્યો ત્યાર બાદ પાલિકાના જનરલ બોર્ડમાં લેવા માટેનું રોજકામ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી માર્ચ ૨૦૨૨ માં જનરલ બોર્ડની બેઠક મળી હતી જેના તે એજન્ડા લેવામાં આવ્યો ન હતો અને આ જુલતો પુલ ગત તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ તૂટી પડ્યો હતો જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને ત્યારબાદ હાઇકોર્ટમાં પણ સુઓમોટો અને જાહેર હિતની અરજીની સુનવણીઓ ચાલી રહી છે અને આ પાલિકાને સુપરસીડ શા માટે ન કરવી તે પ્રકારની કારણ દર્શક નોટિસ સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા અગાઉ પાલિકાના પ્રમુખને આપવામાં આવી હતી અને જનરલ બોર્ડ બોલાવીને તેનો જવાબ સરકારમાં મોકલવા માટે થઈને જણાવવામાં આવ્યું હતું

જોકે, ત્યાર બાદ પાલિકામાં છેલ્લે જે જનરલ બોર્ડ બોલવામાં આવ્યું હતું તેમાં પાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો જે હાજર હતા તેમના દ્વારા પાલિકામાં ઝુલતા પુલને લગતા જરૂરી દસ્તાવેજી પુરાવા ન હોવાથી દસ્તાવેજી પુરાવા મળશે ત્યાર પછી જવાબ આપશુ તેવો જવાબ તૈયાર કરીને સરકારમાં મોકલાવ્યો હતો જેની સામે સરકારના શહેરી વિકાસ વિભાગમાંથી થોડા દિવસો પહેલા પાલિકાને સીટના રિપોર્ટ સહિત ૫૦ પાનાં આપવામાં આવ્યા છે જેના આધારે પાલિકાનો સ્પષ્ટ જવાબ મંગાવવામાં આવ્યો છે જેથી મોરબી પાલિકાના પદાધિકારીઓ અને સભ્યો દ્વારા સરકારમાં જવાબ આપવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી પાલિકાના તમામ સભ્યો ભાજપના છે તો પણ પાલિકામાં સત્તા ભાજપે સાંભળી ત્યારથી જ બે જુથ્થ પડી ગયા છે અને ઘણી ખેંચતાણ અંદરખાને ચાલી રહી છે ત્યારે આ પાલિકાને સુપરસીડ કરવા માટેની સરકારે તૈયારી દર્શાવી છે તેવા સમયે પાલિકાને બચાવવા માટે હાલમાં સતત હાઇકોર્ટના વકીલનું માર્ગદર્શન બંને જુથ્થ દ્વારા લેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને પાલિકામાંથી છેલ્લે ઓરેવાને ઝૂલતા પુલની જવાબદારી આપવામાં આવી ત્યારે ૩૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર જ લખાણ કરવામાં આવ્યું છે અને રોજકામમાં અધિકારી અને પદાધિકારીએ દ્વારા સહી કરવામાં આવી છે તેના દ્વારા ઝૂલતા પુલનો એજન્ડા લેવામાં આવ્યો ન હતો જેથી કરીને પાલિકાના બાકીના સભ્યો દ્વારા ઠીકરું અધિકારી-પદાધિકારીઓ ઉપર ભાંગવાં માટેનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે

જો કે, તેમ કરવાથી પાલિકાને સુપરસીડ થતી રોકી શકાશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે કારણ કે મોરબી પાલિકા દ્વારા જયારે ઓરેવાને જવાબદારી સોપવામાં આવી હતી ત્યારે ઓરેવા દ્વારા પુલને રિપેરિંગ માટે બંધ કરવામાં આવે છે તેવી દરેક સમચારના માધ્યમમાં પ્રેસનોટ આપવામાં આવી હતી તો પણ પાલિકાના સભ્યોએ કેમ તે અંગે જાણવાની કોઈ તસ્દી લીધી ન હતી ?, જયારે પુલનું કામ પૂરું થઈ ગયું હતું ત્યાર બાદ પુલને ખુલ્લો મુક્તા પહેલા જયસુખભાઇ પટેલની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી અને પૂલ ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી તો પણ પાલિકાના સભ્યોએ તેનું કામ ઓરેવાને આપવામાં આવી છે કે કેમ તે જાણવાની તસ્દી કેમ ન હતી ?, જયારે પુલને નવા વર્ષના પહેલા દિવસથી ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારથી લઈને પૂલ તૂટી પડ્યો ત્યાં સુધીમાં પૂલ વિષેની કોઈ માહિતી લેવાની તસ્દી પાલિકાના સભ્યો અને પદાધિકારીએ કેમ લીધી ન હતી તે પણ તપાસનો વિષય છે




Latest News