લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વિધાનસભા ચૂંટણી બાદ તાલુકા ભાજપની કારોબારીની બેઠક યોજાઇ


SHARE





મોરબીમાં વિધાનસભા ચૂંટણી બાદ તાલુકા ભાજપની કારોબારીની બેઠક યોજાઇ

મોરબી તાલુકા ભાજપ દ્વારા રવાપર ખાતે વિધાનસભા ચુટણી બાદ પ્રથમ કારોબારીની બેઠક રાખવામા આવી હતી જેમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતો તથા વડાપ્રધાનના માતૃશ્રી હિરાબાને તેમજ મોરબી તાલુકા ભાજપ પરીવારમાંથી અવસાન પામેલા વરિષ્ટ કાર્યકર્તાઓને શ્રધાજંલી આપવામાં આવી હતી અને શોક પ્રસ્તાવ રજુ કરવામા આવ્યો હતો

આ કારોબારી બેઠક મા ભારતીય જનતા પાર્ટીની ગુજરાત વિધાનસભાની પ્રંચડ જીતના શિલ્પી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો સિંહ ફાળો રહ્યો છે આ ઉપરાંત રાજ્ય બહારના ભાજપના નેતાઓ અને પ્રવાસી કાર્યકર્તાઓ પણ પક્ષની જીત માટે મહત્વની ભૂમિકામાં હતા ત્યારે આ ઐતિહાસિક પરિણામો આવેલ છે જેથી કરીને કાર્યકર્તાથી લઇને તમામનો આ કારોબારીમા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ તકે અધ્યક્ષ તરીકે મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા હાજર રહ્યા હતા અને આ બેઠકમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ તથા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા, આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઇ ટમારીયા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેધી, જીજ્ઞેશભાઇ કૈલા, કે. એસ. અમૃતિયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઇ ધોડાસરા, રવિભાઇ સનાવડા, કાનજીભાઇ ચાવડા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઇ કાવર, બચુભાઇ ગરચર, બચુભા રાણા સહિત તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા




Latest News