અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપર નજીક કારખાનેદાર-ખેડૂત વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ નોંધાઈ


SHARE







વાંકાનેરના ધમલપર નજીક કારખાનેદાર-ખેડૂત વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ નોંધાઈ


વાંકાનેર નજીક આવેલ જુના ધમલપર ગામે કારખાનાનું પાણી વાડીમાં આવતું હોવાથી વાડીમાં પાણી આવવા ન દેવાનું કહેવા ગયેલ ખેડૂતને સળિયા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને કારખાનેદારને ખેડૂતે પાઇપ વડે માથામાં ઇજા કરી હતી જેથી આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલા ધમલપર ગામે રહેતા મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવાર જાતે મોમીન (૩૨) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કપિલભાઈ ગગજીભાઈ ધરોડિયા જાતે પ્રજાપતિ (૩૮) રહે. વીસીપરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવી છે કે, તેની વાડીમાં આરોપીના કારખાનામાંથી પાણી આવતું હોય પાણી આવવા દેવા બાબતે તે કપિલભાઈને કહેવા માટે ગયા હતા ત્યારે કપિલભાઈ ઉછેરાઈ ગયા હતા અને ગાળો આપીને લોખંડના સળિયા વડે માથામાં બે ત્રણ ઘા માર્યા હતા અને પાઇપ વડે જમણા હાથમાં માર માર્યો હતો જેથી ઈજા થઈ હોય ઇજા પામેલ યુવાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે કારખાનેદારની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

તો સામા પક્ષેથી કૌશિકભાઇ ઉર્ફે કપિલભાઈ ગગજીભાઈ ધરોડિયા જાતે પ્રજાપતિ (૩૮)એ મોહયુદ્દીનભાઈ અબ્દુલભાઈ કડીવાર જાતે મોમીન (૩૨) ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના કારખાનાની મોટર ખરાબ થઈ ગઈ હતી જેથી પાણી આરોપીના ખેતર નજીક જતું હતું માટે આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપીને લોખંડના પાઇપ વડે માથામાં અને વાસામાં માર મારીને ઈજા કરી હતી જેથી કૌશિકભાઈએ સારવાર લીધા બાદ હાલમાં મોહયુદ્દીનભાઈ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારીના આ બનાવમાં સામસામે ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News