લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા સોમવારે મોરબીમાં


SHARE





રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા સોમવારે મોરબીમાં

મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મોરબી જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક રાખવામા આવી છે અને આગામી ૧૩મી ફેબ્રુઆરીના રોજ  પ્રભારી અને સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ જોગવાઇ હેઠળના કામો માટેની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે. આ બેઠક ૧૩મી ફેબ્રુઆરીના રોજ બપોરે ૩.૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇ હેઠળની નવી દરખાસ્તો મંજૂર કરવા, સામાજિક અને શૈક્ષણિક પછાત યોજનાની નવી દરખાસ્તો મંજૂર  કરવા, વિવિધ આયોજનોના કામોમાં ફેરફાર તેમજ કાર્યરત કામોની સમીક્ષા જેવા મુદ્દાઓ ચર્ચાશે. બેઠકમાં સંલગ્ન વિભાગોના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

હળવદ ખાતે મંગળવારે યોજાશે ઓૈધોગિક ભરતી મેળો

મોરબીમાં આવેલ નિયામક રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૪/૨/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે  ગ્રાન્ટ ઇન એઇડ, આઈટીઆઈ, સરા રોડ હળવદ ખાતે ઔધોગીક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઔધોગીક ભરતી મેળા મોરબી જિલ્લાઓના  ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી/ આઇટીઆઇ /સ્નાતક  વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે  અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ઔધોગીક ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી ન કરાવેલ હોય તેવા  ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.




Latest News