મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ બાળકી સારવારમાં


SHARE













વાંકાનેરના મહીકા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ બાળકી સારવારમાં

વાંકાનેર તાલુકાના મહીકા ગામે પેટ્રોલ પંપ પાસે બાળકી રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે તેને કારના ચાલકે હડફેટે લેતા બાળકીને છાતી, માથા અને બંને હાથે પગે ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં બાળકીને સારવાર લઈ આવવામાં આવી હતી અને ત્યારબાદ બાળકીના પિતાએ કાર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના નવા મહીકા ગામે પેટ્રોલ પંપની સામેના ભાગમાં રહેતા રાજેશભાઈ કાળુભાઈ ઝાલા જાતે વાલ્મિકી (૩૫) એ હાલમાં કાર નં જીજે ૧ કેજી ૦૪૨૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મહિકા ગામના પેટ્રોલ પંપ પાસેથી તેની દીકરી આનંદી (૯) રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે કાર ચાલકે તેને હડફેટે લીધી હતી જેથી કરીને હાથે પગે, માથા અને છાતીના ભાગે તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા આવી હતી અને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાળકીના પિતા રાજેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે રહેતા કાસમ આદમભાઈ જામ નામના ૩૧ વર્ષના યુવાનને ગામમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો અને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય હાલમાં તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્રારા મારામારીના આ બનાવની આગળની તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતી આશિયાનાબેન કાદરભાઈ જેડા નામની ૧૬ વર્ષીય સગીરાને મોરબીના વીસી ફાટક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પહોંચેલ હોય તેણીને પણ સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News