અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ !: મોરબીના બે શખ્સની ધરપકડ


SHARE







વાંકાનેર તાલુકામાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ !: મોરબીના બે શખ્સની ધરપકડ

વાંકાનેર તાલુકામાં તસ્કરો દ્વારા સોના ચાંદીના દાગીના, ખાદ્ય સામગ્રી, વાહનો વગેરેની ચોરી તો કરવામાં આવતી જ હોય છે દરમિયાન હાલમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેથી વીજ કંપનીના અધિકારી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંનેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામની સીમમાં સરપંચ અબુજીભાઈ વલીભાઈ સેરસિયાની વાડીમાં આવેલ ૧૦ કે.વી.એ. વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે જે ૬૦ હજાર રૂપિયાની કિંમતના વીજ ટ્રાન્સફોર્મરને ચોરી કરવાના ઇરાદે વીજપોલ ઉપરથી નીચે ઉતારી લેવામાં આવ્યું હતું અને ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં વીજ કંપનીના અધિકારી હિતુલકુમાર હરજીવનભાઈ પટેલ દ્વારા હુસેનભાઈ બચુભાઈ સુમરા તથા અલ્તાફશા ગુલાબશા શાહમદાર સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના પ્રયાસ અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં આ બનાવમાં હુશેનભાઇ બચુભાઇ સુમરા જાતે સંધી (૩૦) રહે. જોન્સનગર લાતીપ્લોટ મોરબી તથા અલ્તાફશા ગુલાબશા શાહમદાર જાતે ફકીર (૨૧) રહે. હાલ લીલાપર રોડ નીલકમળ સોસાયટી પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માત કરનાર ડ્રાઇવર-કલીનરને માર પડ્યો

મોરબીના પંચાસર ચોકડી પાસે ટ્રક ચાલકે વાહન અકસ્માત સર્જયો હતો જેથી ત્યાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને લોકોના ટોળા દ્વારા ટ્રકના ચાલક મોહનરામ મોટારામ (૩૨) હાલ રહે.સામખીયાળી કચ્છ મૂળ રાજસ્થાન તેમજ ક્લીનર અનિલ રૂપારામ જાટ (૨૬) રહે.રાજસ્થાન વાળાઓને ઈજા પહોંચી હોય બંનેને ૧૦૮ વડે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે.






Latest News