મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને પરણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને પરણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે રહેતી પરપ્રાંતિય પરિણીતાએ તેના ઘેર અગમ્ય કારણોસર મોતની સોડ તાણી લીધી હતી જેથી કરીને તેણીનું મોત નીપજતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો અને પોલીસને જાણ થતા પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે ઘણા સમયથી રહેતી માનસિક બીમારીથી કંટાળી જઈને પરણીતાએ ગળેફાંસો ખાઈ લીધો હોય તેણીનું મોત નીપજેલ છે.

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના રાઘવેન્દ્રસિંહ યાદવ નામના યુવાનની ૨૮ વર્ષીય પત્ની અનિતાબેને ગઈકાલના તેમના ઘેર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને અનિતાબેન રાઘવેન્દ્રસિંહ યાદવ નામની ૨૮ વર્ષીય પરિણીતાનું મોત નીપજતા તેના મૃતદેહને તેના પતિ રાઘવેન્દ્રસિંહ યાદવ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવ્યા હતા અને ત્યાંથી બનાવની તાલુકા પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેઓએ કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અનિતાબેનને માનસિક બીમારી રહેતી હોય અને ઘણી દવા કર્યા છતાં ફેર પડતો ન હોય તેથી માનસીક બીમારીથી કંટાળી જઈને અનિતાબેન યાદવે ઉપરોક્ત પગલું ભરી લેતા તેમના બે સંતાનોએ માતાની મમતાનો પાનવ ગુમાવ્યો હતો.

ફિનાઈલ પી જતા સારવારમાં

માળીયા મિંયાણાના રહેવાસી શબ્બીરભાઈ હારૂનભાઈ કટિયા નામનો ૨૨ વર્ષનો યુવાન ફિનાઇલ પી ગયો હતો જેથી તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો પોલીસને જાણ થતા એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે લાલબાગ વિસ્તારમાં રહેતા રાજેન્દ્રકુમાર નરેન્દ્રકુમાર રાઘવ નામનો ૩૦ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો તે સમયે મોરબીની વીશી હાઈસ્કૂલ પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા નવઘણભાઈ મનસુખભાઈ દેવીપુજક નામના ૨૪ વર્ષના યુવાનને ઇજા પહોંચતા તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો તે જ્યારે લાયન્સનગર વિસ્તારમાંથી શનાળા રોડ ઉપર ચડતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક અન્ય વાહન સાથે અથડાતા તેને ઇજાઓ પહોંચેલી હોય તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.






Latest News