મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે એનએસએસ યુનિટ દ્વારા વાર્ષિક શિબિર યોજાઇ


SHARE













મોરબીના ખાખરાળા ગામે એનએસએસ યુનિટ દ્વારા વાર્ષિક શિબિર યોજાઇ

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એનએસએસ વિભાગ અંતર્ગત એનએસએસ યુનિટ દ્વારા ખાખરાળા ગામે વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ વોરાના અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા ત્યારે કોલેજના પ્રિન્સિપાલ કે.આર. દંગીએ સ્વાગત અને પ્રાસંગિક ઉદ્ભોધન કર્યું હતું ત્યારબાદ એનએસએસ વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેલ કોઓર્ડીનેટર દ્વારા એનએસએસની પ્રવૃત્તિને વિસ્તૃત રીતે સમજાવવામાં આવી હતી અને વિકટ પરિસ્થિતિમાં એનએસએસ વિભાગે જે સેવાઓ કરેલી તેમનો ચિતાર આપેલ હતો. આ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ દિલીપભાઈ પૈજાએ પ્રાસંગિક પ્રવચનમાં એનએસએસ પ્રવૃત્તિના કાર્યને બિરદાવ્યૂ હતું અને અધ્યક્ષ સ્થાનેથી પ્રદીપભાઈ વોરાએ એનએસએસ પ્રવૃત્તિ અને સંસ્થાના વિકાસ લક્ષી કાર્યોને રજૂ કર્યા હતા સર્વોદય એજ્યુકેશન સોસાયટી વર્ષોથી મોરબી પ્રદેશમાં  ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રદાન આપી રહી છે તેમની વિગતો આપી સોસાયટી અંતર્ગત ચાલતી સંસ્થાઓને પ્રેરણા રૂપ વક્તવ્ય આપેલ હતું આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર ડો. રામ વારોતરીયાનું શાલ અને શ્રીફળથી સર્વોદય એજ્યુકેશન સોસાયટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ૧૫ ફેબ્રુઆરીના રોજ સવારના સેશનમાં તજજ્ઞ વી.ડી. બાળા દ્વારા પર્યાવરણને પ્રેમ વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમણે વગડાના વિહાર દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણને સમજવાપ્રેમ કરવા પર ભાર મુકેલ હતો. આ ઉપરાંત મધ અને તેના ઉછેર સંચાલનની સમજ આપી મધનું મહત્વ સમજાવ્યું હતું મોરબીના જાણીતા બાળકોના ડોક્ટરલેખક અને સર્જક સતીશભાઈ પટેલે યહ દેશ માંગે મોર પર વાત કરતાં તેમણે દેશ યુવાનો પાસેથી પ્રામાણિકતા માંગે છે. ન્યાયિક વ્યવસ્થા માટે સાધન રૂપ બનવાની અપેક્ષા રાખે છે. તેમણે જણાવેલ કે જીવનમાં વધુ આગળ વધવા માટે જે ક્ષેત્ર પસંદ કરવામાં આવે તેમાં જીવ રેડીને કામ કરવું જોઈએ.






Latest News