લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે બાઈક અને રીક્ષા અથડાતા બેને ઇજા


SHARE





મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે બાઈક અને રીક્ષા અથડાતા બેને ઇજા

મોરબીના સામાકાંઠે આવેલા નજરબાગ રેલવે સ્ટેશન પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં રીક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા એક મહિલા સહિત બે લોકોને ઈજા થઈ હતી જેથી તે બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલા નજરબાગ રેલવે સ્ટેશન પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં રીક્ષાના ચાલકે બાઈકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં મિતલબેન જતીનભાઈ મીઠડિયા (૧૯) રહે. જીવરાજપાર્ક ભડીયાદ રોડ સામાકાંઠે મોરબી વાળીને ઇજા થયેલ હતી અને રીક્ષામાં બેઠેલ સુરેશભાઈ માધાભાઈ અંબાલીયા (૪૪) રહે. માળિયા વનાળીયા સોસાયટી સામાકાંઠે વાળાને પણ ઈજા પહોંચી હતી જેથી કરીને તે બંનેને સિવિલે સારવાર માટે લઈને આવ્યા હતા અને બી ડિવિઝન પોલીસ દ્વારા  અંગેની નોંધ કરીને આગળની કાર્યવહી કરવામાં આવી છે આ બનાવની આગળની તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણાના કાજારડા ગામે રહેતા અવેશભાઈ અબ્દુલભાઈ કાજેડીયા નામના ૭૦ વર્ષના વૃદ્ધ પોતાના ભત્રીજાના બાઈકના પાછળના ભાગે બેસીને માળીયા હાઇવે ઉપરથી જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થતાં તે નીચે પડી ગયા હતા જેથી ઈજાઓ થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાંથી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલી હોય બી ડિવિઝન પોલીસ મથકના વી.કે. ચાવડા દ્વારા આગળની તપાસ કરવામાં રહી છે.

ઝેરી દવા પી

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ધુળકોટ ગામે રહેતા રેણુકાબેન અશોકભાઈ નાયક નામની ૧૮ વર્ષીય યુવતી કોઈ કારણસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સરા ગામે રહેતા અને વાડીએ મજૂરી કામ કરતાં પરિવારની સેજલબેન મુકેશભાઈ રાવત નામની ૧૫ વર્ષની સગીરા કોઈ કારણોસર વાડીમાં ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. અને પોલીસે કરેલ તપાસમાં એવી માહિતી સામે આવી છે કે સગીરા ભૂલથી પાણી સમજીને ઝેરી દવા વાળા ડબલામાં પાણી પી ગઈ હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હતી અને તેને સારવારમાં લઈને આવ્યા હતા

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા ગામ પાસે રહેતા આયદાનભાઈ રામભાઈ બોરિચા નામના ૬૦ વર્ષના વૃદ્ધને મોરબીના કંડલા બાઇપાસ ઉપર આવેલ ધ્રુવ હોસ્પિટલ પાસે વાહન અકસ્માતના બનાવવામાં ઈજા પહોંચી હતી જેથી તેઓને સિવિલે સારવારમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલ સુત્રો તરફથી મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવતા હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા નજીકના ભીમરાવનગરમાં રહેતા બીપીનભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા નામના ૩૨ વર્ષના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવવામાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે મોરબીના મયુરપુર નીચે આવેલા બેઠા પુલ પાસે મારામારીના બનાવવામાં ઈજા થતાં રણજીતભાઈ જેરામભાઈ માલણીયા (૨૯) રહે. મચ્છુ નદીના પટમાં પાડાપુલ નીચે વાળાને ઈજા પહોંચતા તેને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News