લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામે સીડી ઉપરથી નીચે પડેલ ચાર વર્ષના બાળકનું ટૂંકી સારવાર દરમિયાન મોત


SHARE





મોરબીના નીચી માંડલ ગામે સીડી ઉપરથી નીચે પડેલ ચાર વર્ષના બાળકનું ટૂંકી સારવાર દરમિયાન મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામે સિરામિકના કારખાનાના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો ચાર વર્ષનો બાળક રમતા રમતા લેબર ક્વાર્ટરના પહેલા માળની સીડીએથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સૂત્રો તેમજ મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી-હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ નજીક સિરામિકના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને ત્યાંના લેબર ક્વાર્ટરમાં રહેતા અનુજકુમાર બાબુરામ યાદવ નામના મજુર યુવાનનો ચાર વર્ષનો દિકરો અભી રમતા રમતા લેબર કવાટરની સીડી ઉપરથી નીચે પડી ગયો હતો જેથી તેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો અને બાદમાં ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.હાલ રાજકોટ સિવિલ ખાતેથી યાદી આવતા મોરબી તાલુકા પોલીસે આ અંગે નોંધ કરી છે જેની આગળની તપાસ મહિલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

ફિનાઈલ પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ માટેલ ગામે રહેતા યુવાને ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે અહીંની સિવિલે ખસેડાયો હતો અને સિવિલ હોસ્પિટલ દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પહોંચીને તપાસ કરી હતી જેમાં ખુલ્યું હતું કે વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતો અરૂણ હરેશભાઈ ડાકી નામનો ૨૫ વર્ષનો યુવાન ગત મોડી રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં માટેલ ગામે પોતાના રૂમે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લવાયો હતો.

તેમજ મોરબીના રવાપર નજીક રહેતા નિકિતાબેન ધર્મેશભાઈ વિજયભાઈ આશીયાણી જાતે પ્રજાપતિ નામની ૨૬ વર્ષીય મહિલાએ ફિનાઈલ પી લેતા તેને પણ સિવિલે સારવાર માટે ખસેડવામાં આવી હતી બનાવ સંદર્ભે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ભટ્ટ દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ પતિ દ્વારા નિકિતાબેનને માર મારવામાં આવતા તેઓએ ફિનાઈલ પી લીધું હતું તેમજ પતિ સાથે બોલાચાલી થતી હોય અને પતિએ પુત્ર વિવાનને લઈ લેતા તે વાતનું માઠું લાગી આવતા તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધું હોવાનું ખુલ્યું હતું.નિકીતાબેનનો લગ્નગાળો પોણા બે વર્ષનો હોવાનું પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News