ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઝુલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલના ચાર્જશીટની જોવાતી રાહ: ૯ મીએ સુનાવણી


SHARE





મોરબીના ઝુલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલના ચાર્જશીટની જોવાતી રાહ: ૯ મીએ સુનાવણી

મોરબીમાં ઝુલતો પુલ તુટી પડ્યો હતો તે દુર્ઘટના મુદ્દે નોંધાયેલ ગુનામાં જયસુખભાઇ પટેલની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને ગઇકાલે આ કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ડોક્યુમેન્ટરી એવિડન્સ માટે ચલાવવામાં આવ્યો હતો જેમાં આગામી ૯ મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અને છેલ્લે જયસુખભાઇ પટેલને પકડવામાં આવેલ છે તેનું ચાર્જશીટ મૂકવામાં આવે તેમાં બીજા કોઈ આરોપીના નામ સામે આવે છે કે કેમ તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે

મોરબીમાં ગત તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તુટી પડ્યો હતો અને આ જુલતા પુલની જવાબદારી મોરબીના ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી હતી જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુલતા પુલનું મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તે સમયે અગાઉ નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ છેલ્લે પોલીસ દ્વારા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને આ તમામ આરોપીઓ હાલમાં મોરબીની સબ જેલમાં છે બીજી બાજુ મોરબીની સેશન્સ કોર્ટમાં ગઇકાલે ડોક્યુમેન્ટરી એવિડન્સ માટે કેસ ચલાવવામાં આવ્યો હતો ત્યારે સરકારી વકીલ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટરી એવિડન્સ રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આ કેસમાં ભોગ બનેલા ૨૪ પરિવારના વકીલ તરીકે રોકાયેલા નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, હાલમાં આ કેસમાં ચાર્જશીટ મુકાઇ ગયું છે જો કે, જયસુખભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ તેના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા અને તેનું જે પુરવણી ચાર્જશીટ રજૂ કરવામાં આવશે તેમાં બીજા કોઈ આરોપીના નામ સામે આવે છે કે કેમ તે જોવાનું છે અને જે કોઈના નામ આવે તેની સામે કાયદેસરની લડત આપવા માટેની તૈયારી કરવામાં આવશે




Latest News