ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ બેલા પાસે રીક્ષા પલ્ટી જતા યુવાન અને તેના બે બાળકોને ઇજા


SHARE





મોરબીના જેતપર રોડ બેલા પાસે રીક્ષા પલ્ટી જતા યુવાન અને તેના બે બાળકોને ઇજા

મોરબીના જેતપર પીપળી રોડ પર આવેલ બેલા ગામ પાસે ઓટો રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતા યુવાન તથા તેના બે બાળકો એમ ત્રણને સારવારમાં ખસેડાયા હતા અને તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેના પેટ્રોલ પંપ નજીક ઓટો રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જે બનાવમાં રફાળેશ્વર ગામના રહેવાસી કિશોરભાઈ મોતીભાઈ સોલંકી (૩૮) તેમનો પુત્ર વિરાજ કિશોરભાઈ (ઉંમર ૧) અને તેમની પુત્રી કિસુબેન કિશોરભાઈ (ઉંમર ૨) ને ઇજાઓ પહોંચતા ત્રણેયને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતો રાકેશ દેવજીભાઈ સાગઠીયા નામનો ૩૫ વર્ષનો યુવાન વધુ પડતી ભાંગ પી જતા તેને સારવાર માટે શિવમ હોસ્પિટલ ખસેડાયો હતો.

બાઈક સાથે બાઈક અથડાતા બેને ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના રહેવાસી રાઠોડ ચંદ્રસિંહ જયમલસિંહ (૬૫) અને રાઠોડ અંકિતા દિલીપભાઈ (૧૬) ને ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા પોલીસમાં જાણ થતા બી ડિવિઝન પોલીસે તપાસ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે, ઉપરોક્ત બંને બાઈક લઈને મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ લાભનગર પાસેથી જતા હતા ત્યારે તેમના બાઈક સાથે અન્ય બાઇક અથડાતા ઈજાઓ થતા બંનેને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા યમુનાનગર વિસ્તારમાં રહેતો વિષ્ણુ બહાદુરભાઇ ગોસાઈ નામનો ૧૯ વર્ષનો યુવાન કોઈ અજાણી દવા પી ગયો હતો જેથી કરીને તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.

આધેડ સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી શેરી નંબર-૩ માં રહેતા નરેન્દ્રભાઈ માધવજીભાઈ ધરોડીયા નામના ૫૪ વર્ષીય આધેડ પોતાની શેરી પાસેથી બાઈક લઈને નીકળ્યા હતા તે દરમિયાન તેઓનું બાઈક ત્યાં સ્લીપ થઈ જતા પડી જવાથી ઇજાઓ પામતા નરેન્દ્રભાઈ ધરોડીયાને સારવાર માટે ખસેડાયા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News