નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માતે સ્મશાનની પાણીની ટાંકીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE





મોરબીમાં અકસ્માતે સ્મશાનની પાણીની ટાંકીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર પંચાસર ચોકડી પાસે આવેલ સ્મશાનમાં પાણીની ટાંકીમાં કોઈપણ કારણોસર ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં માધાપર વાળી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચાસર ચોકડી પાસે આવેલ સ્મશાન ખાતે ચોકીદાર તરીકે નોકરી કરતા વિજયભાઈ ધીરજલાલ પારેખ જાતે વાણીયા (૫૮) કોઈ કારણોસર ગઈકાલે સાંજે પોણા છ વાગ્યા પહેલા સ્મશાનમાં આવેલ ગેસ આધારિત ભઠ્ઠીની પાછળના ભાગમાં આવેલ પાણીના ટાંકામાં ડૂબી જતા વિજયભાઈ પારેખનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની મુનાભાઈ ધીરજભાઈ પારેખ (૫૧) રહે. સુમતિનાથ સોસાયટી વાવડી રોડ મોરબી વાળાએ જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરીઓનું જાણવા મળ્યું છે




Latest News