મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

સાવધાન: મોરબી જિલ્લામાં ધૂળેટીએ જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ


SHARE











સાવધાન: મોરબી જિલ્લામાં ધૂળેટીએ જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ

મોરબી  જિલ્લામાં હોળી અને ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અને તે સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યાં પ્રમાણે હોળી તથા ધૂળેટીના તહેવારોમાં યુવાનો અને બાળકો જાહેર રસ્તાઓ ઉપર તથા શેરીઓમાં/ગલીઓમાં દોડાદોડી કરી જાહેરમાં ચાલતા ટ્રાફીકને અડચણરૂપ બને છે. જે અટકાવવાનું ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત જાહેર સુલેહ અને સલામતી જાળવવા તથા કોમી એખલાસ જળવાઇ રહે તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે માટે કોઇ પણ ઇસમ અથવા ઇસમોએ જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાવડર) અથવા રંગ મિશ્રિત પાણી અથવા તેવા કોઇપણ પ્રકારના પ્રવાહીઓ ફેકવા ઉપર અને તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવા પર પોતાના હાથમાં રાખવા પર તથા ખુલ્લા વાહોનોમાં સ્વાસ્થ્યને નુકસાનકારક પ્રવાહી લઇ જવા પર તથા આકસ્મિક બનાવ ન બનવા પામે કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર કે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત કે કોઇને ઇજા કે હાની થાય તેવી કોઇ પણ પ્રવૃત્તિથી ટ્રાફીકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અડચણ કરવા ઉપર પ્રતિબંધ મુકવાની  આવશ્યકતા જણાય છે.

જેને ધ્યાને લઇ તા. ૭ થી ૮ ના રાત્રિના ૧૨ વાગ્યા સુધી કોઇપણ ઇસમ  અથવા ઇસમોને જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાવડર) અથવા રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગા જેવી વસ્તુઓ અથવા તેવા કોઇપણ પ્રકાર પ્રવાહિઓ રાહદારીઓ કે વાહન ચાલકો ઉપર ફેકવા પર તથા તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવા પર કે પોતાના હાથમાં રાખવા પર તથા જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત કે કોઇને ઇજા કે હાની થાય તેવી કોઇ પણ પ્રવૃત્તિથી ટ્રાફીકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અવરોધ કરવા પર તેમજ અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે






Latest News