મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે રામામંડળ યોજી દર્દીઓને ફ્રી ટિફિન માટે ૪.૫૧ લાખ એકત્રિત કર્યા


SHARE





ટંકારાના બંગાવડી ગામે રામામંડળ યોજી દર્દીઓને ફ્રી ટિફિન માટે ૪.૫૧ લાખ એકત્રિત કર્યા

ટંકારા તાલુકાના બંગાવડી ગામે મેંદપરા પરિવારના લાલજીભાઈ રૂગનાથભાઈ મેંદપરા, કિશનકુમાર લાલજીભાઈ મેંદપરા, ચંદ્રિકાબેન લાલજીભાઈ મેંદપરા, વૈશાલીબેન કિશનકુમાર મેંદપરાએ રામામંડળ રમાડવા માટેનુ આયોજન કર્યું હતું જેમાં તેમણે એક ઉમદા વિચાર કર્યો હતો કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ટિફિન સેવા આપતા સદભાવના સંકુલના લાભાર્થે આ રામામંડળમાં થતી એકત્રિત રકમ આપી સમાજ સેવાના કાર્યને પ્રોત્સાહન આપી અને પરીવારે આ વિચારને વધાવી લીધો હતો જેમાં. રામામંડળ દરમિયાન એકત્રિત ચાર લાખ એકાવન હજાર રકમ ટિફિન સેવા માટે આપી હતી.

છેલ્લા ૧૪ વર્ષથી નિરંતર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવાના ભેખધારી કાંતિભાઈ કાસુન્દ્રા અને તેમના પત્ની ભાવનાબેન મોરબી જિલ્લા સહિતના કોઈપણ દાખલ દર્દીના હમદર્દ બની રીપોર્ટ, દાખલ થવુ, આર્થિક મદદ અને ખાસ કરીને ભાવતા ભોજનિયા ભરપેટ ઘરે બનાવી દૈનિક ટિફિન સેવા વિના મૂલ્યે આપે છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ વર્ગના દર્દી આ સેવાનો લાભ મેળવતા હોય છે. આ ઉપરાંત હાલે ૯૦ રૂમનુ એક બિલ્ડિંગ સિવિલ નજીક ઉભુ થઈ રહ્યું છે જેની જમીન ખરીદી થઇ ગઇ છે જેમા પણ મોરબી સહિતના અન્ય વિસ્તારોમાંથી સિવિલમાં અભ્યાસ અર્થે આવતી દિકરીઓ માટે ૨૦ રૂમ બનાવવાનું કાંતિલાલનુ સ્વપ્ન છે કારણ કે આ દિકરી દિકરા ભવિષ્યમાં ડોક્ટર બની સેવાની ભાવના પ્રજ્વલિત થઈ શકે તો આવા ઉમદા કાર્ય માટે કાંતિલાલ કાસુન્દરા પરીવાર રાત દિવસ દર્દીના હમદર્દ બની સેવા આપી રહ્યા છે જે કાબિલે દાદ છે.




Latest News