“મમુદાઢીની હત્યા” નો મામલો: મોરબી પોલીસને કાર સાથે હથિયાર મળ્યું હોવાની ચર્ચા, આરોપીઓ હાથવેંતમાં
મોરબીના લીલાપર રોડ પર રહેતા યુવાને ગળેફાંસો ખાતા સારવારમાં
SHARE







મોરબીના લીલાપર રોડ પર રહેતા યુવાને ગળેફાંસો ખાતા સારવારમાં
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અકળ કારણોસર તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામ નજીક આવેલ લીલાપર રોડ ઉપરની વિલ્સન પેપર મીલ પાસે આવેલ ત્રિદેવનગરમાં રહેતો પરેશ જેઠાભાઇ સોલંકી નામનો ૩૦ વર્ષનો યુવાન તેના ઘેર ગઈકાલે કોઇ કારણોસર ગળેફાંસો ખાઈ ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં શહેરની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો જેથી બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના કે.એમ.સોલગામાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.મોરબીના ખાનપર ગામનો રહેવાસી અશ્વિન છગનભાઈ જાકાસણીયા નામનો યુવાન ગામ નજીક આવેલ પુલ પાસેથી પસાર થતો હતો ત્યારે તેને પોલીસે અટકાવીને તેની ઝડતી લેતા અશ્વિન જાકાસણીયા પાસેથી વિદેશી દારૂની એક બોટલ મળી આવતા રૂપિયા ૩૭૫ ની કિંમતની વિદેશી દારૂની એક બોટલ સાથે તેની ધરપકડ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ટંકારા મારામારી
મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારા ગામે આવેલ ઇનીસિયા પોલિપેક નામના યુનિટના લેબર કવાટરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ચારેક લોકોને ઇજાઓ થતાં રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળે છે.રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ ટંકારા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઉપરોકત મારામારીના બનાવમાં જીતેન્દ્ર સાંઇનારાયણ રામ (૩૫), ધરમદાસ રામપ્રસન્ન રામ (૨૮) સાલીનકુમાર શ્રીરામસુંદર પાસ્વાન.(૨૦) અને ધર્મેન્દ્ર સકુલભાઇ રામ (૩૦) નામના ચાર યુવાનોને ઈજાઓ થતા તેઓને રાજકોટ ખસેડાયા છે. બનાવને પગલે નોંધ કરીને ટંકારા પોલીસ મથકના મુકેશભાઈ ચાવડાએ બનાવની આગળની તપાસ હાથ ધરી છે.
મહિલા સારવારમાં
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા નાગડાવાસ ગામે રહેતા ભાવનાબેન સંજયભાઈ સાંતોલા નામની ૨૬ વર્ષીય મહિલાને ગઈકાલે ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં ભાવનાબેનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેને પગલે તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે આગળની તપાસ હાથ ધરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
