મોરબીમાં વંથલીના યુવાને વ્યાજખોર સામે નોંધાવેલ ફરિયાદમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી
SHARE







મોરબીમાં વંથલીના યુવાને વ્યાજખોર સામે નોંધાવેલ ફરિયાદમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી
મોરબીમાં ઉંચા વ્યાજચક્રમાં યુવાનોને ફસાવીને કિંમતી જમીન-મકાન લખાવી લેવા કે ચેક લખાવીને બાદમાં હેરાન કરવાનો ધીંકતો ધંધો ધમધમી રહ્યો છે થોડા સમય પહેલા જ એક યુવાનને વ્યાજના વિષચક્રમાં ફસાવ્યા બાદ ઓફિસે બોલાવીને માર મારવામાં આવ્યો હોવાની ફરીયાદ નોંધાવાતા ૧૧ સામે પોલીસે ફરીયાદ નોંધી હતી જે પૈકી વધુ બે ની ધરપકડ કરવામાં આવી છે
થોડા દિવસો પહેલા ફર્નીચરનો શોરૂમ ધરાવતા ભાર્ગવભાઇ પ્રાણભાઇ રોજીવાડીયાએ તેને ઓફિસે બોલાવીને વ્યાજખોરોએ માર માર્યો હોવાના સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે દ્વારા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં પોલીસે ગજેન્દ્રભાઇ ઉર્ફે ગોપાલભાઇ ભટ્ટ, ટીંન્કુભાઇ સીંધી લુવાણા, ભગીરથસિંહ જાડેજા, રણછોડભાઇ જીવનભાઇ ઉર્ફે લાલભાઇ, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા, નીરૂભા ઝાલા અને પ્રશાંતભાઇ રમેશભાઇ કણસાગરાની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં વિરપાલસિંહ નથુભા ઝાલા રહે,પંચાસર અને યશભાઇ ખીરૈયા રહે.યમુનાનગર વાળા આગોતરા જામીન સાથે રજૂ થતાં તેની ધરપકડ કરીએ તેને મુક્ત કરવામાં આવેલ છે આ ગુનામાં હજુ કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા હનુભા ઝાલા અને સુખદેવસિંહ જાડેજાને પકડવાના બાકી છે.
આરોપીની ધરપકડ
મોરબી જિલ્લાના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા મોરબીના થોરાળા ગામેથી પાચેક મહિના પહેલા સગીરનું અપહરણ કરવામાં આવ્યું હતું તેની તપાસમાં થોડા દિવસો પહેલા ભોગ બનનાર તથા આરોપી બન્ને ભરૂચ જિલ્લાના સીલુડી ચોકડી ક્રિષ્નાનગર ખાતે હોવાની હકકીટ મળી હતી તેના આધારે ત્યાં જઈને પોલીસે વાલીયા પોલીસ સ્ટેશનની ટીમને સાથે રાખીને આરોપી કરશનભાઇ હમીરભાઇ રાઠોડ (ઉ.૨૪) રહે. થોરાળા વાળાની ધરપકડ કરેલ હતી અને ભોગ બનનાર સગીરાને પણ શોધી કાઢી હતી આ ગુનામાં આરોપીની મદદ કરનારા કરમશી ઉર્ફે કમા વાલાભાઈ કલોત્રા જાતે રબારી (૩૩) રહે, ઢુવા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
