મોરબીમાં એડવોકેટને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતી મહિલાની ધરપકડ
મોરબીના લૂંટાવદરથી પીપળીયા ચાર રસ્તા વચ્ચે રિક્ષાએ બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
મોરબીના લૂંટાવદરથી પીપળીયા ચાર રસ્તા વચ્ચે રિક્ષાએ બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લુટાવદરથી પીપળીયા ચાર રસ્તા વચ્ચે રીક્ષા ચાલકે બાઈકને લીધું હતું જેથી કરીને મૂળ યુપીના રહેવાસી યુવાનને ઇજા થઈ હતી માટે પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તે યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું છે જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના બલિયા જિલ્લાના મહારાજપુરનો રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામ પાસે આદિત્ય લોજિસ્ટિકના લેબર કવાર્ટરમાં રહેતો રણજીતભાઈ વિરેન્દ્રભાઈ વર્મા (૨૦) નામનો યુવાન પોતાનું બાઈક લઈને લૂંટાવદર ગામથી પીપળીયા ચાર રસ્તા વચ્ચેના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં રણજીતભાઈ વર્માને ઇજાઓ થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતામાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જુના જાંબુડીયા ગામે આવેલ ક્રિસ્ટલ મિનરલ નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ઈશ્વરભાઈ વરંડા (૨૧) નામનો યુવાન કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન તે પડી જતા તેના હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીને સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાનને ઇજા
મોરબીના લીલાપર ગામ પાસે આવેલ ફેક્ટ પેપર મીલમાં કામગીરી દરમિયાન ઊંચાઈએથી નીચે પટકાતા વાંકાનેરમાં આવેલ ગાંધીબાગ પાસે રહેતા જગદીશભાઈ કરમણભાઇ સોલંકી (૪૬) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મોરબીના લીલાપર ગામ પાસે આવેલ વિલ્સન પેપર મિલ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જયંતીભાઈ નાથુભાઈ કારોલીયા (૬૦) નામના વૃદ્ધને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ એન.જે. ખડીયા ચલાવી રહ્યા હોવાનું મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યું છે