મોરબીમાં વંથલીના યુવાને વ્યાજખોર સામે નોંધાવેલ ફરિયાદમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી
મોરબીના લજાઇ ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
SHARE







મોરબીના લજાઇ ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
મોરબીના રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાના લજાઇ ગામે ઝુંપડપટ્ટીમાં ઇલેક્ટ્રિક શોટ લાગવાથી યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટંકારા તાલુકામાં આવતા લજાઈ ગામે એટોપ વેફરની સામે મધુવન હોટલ પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા પ્રકાશભાઈ બાબુભાઈ બારૈયા નામના ૩૦ વર્ષના યુવાનને તેના ઝુંપડામાં ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નિપજતાં તેમના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાતા અહીંના તપાસ અધિકારી હમીરભાઈ ગોહિલે બનાવ અંગે પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ અર્થે ટંકારા પોલીસને બનાવની જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.
મહિલા સારવારમાં
મોરબી તાલુકાના અમરાપર ગામે રહેતા પાયલબેન ચંદુભાઈ ગરચર નામની ૨૮ વર્ષીય મહિલા પોતાના પતિના બાઈકના પાછળના ભાગે બેસીને વાંકાનેર હાઇવે ઉપરથી જતા હતા ત્યારે રફાળેશ્વર ગામ પાસે તેમના બાઇકને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા પાયલબેનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લવાયા હતા જેથી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
યુવાન-બાળક સારવારમાં
મોરબીના ટંકારા તાલુકામાં આવેલ વીરપર ગામે વાડીએ ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે સંતોષ માનસિંગભાઈ ભીલ નામના ૩૮ વર્ષીય યુવાનને ઝેરી દવાની અસર થતાં તેને બેભાન હાલતમાં અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામે રહેતો માધવ દેવરાજભાઈ સેવાર નામનો ૧૫ વર્ષનો યુવાન બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે એલપીજીના બંધ પંપ પાસે બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત થયેલા માધવને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
