મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીમાં ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ખાતે ફીઝીયોથેરાપી શરૂ થશે-કેન્સર નિદાન કેમ્પ યોજાશે


SHARE











મોરબીમાં ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ખાતે ફીઝીયોથેરાપી શરૂ થશે-કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબીના જાણીતી  ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે ફીઝીયોથેરાપી યુનિટ કાર્યરત કરવામાં આવશે. તેમજ ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી આગામી તા ૧૧ અને ૧૨ ના રોજ રૂપાબેન જગદીશભાઈ ઝવેરીએ તેની દીકરી નેહલબેન વિદિતભાઇ શાહના શુભલગ્ન પ્રસંગે આર્થીક સહયોગ આપીને કેન્સર નિદાન કેમ્પનું આયોજન કર્યું છે

મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ શ્રી વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત રાહત દરે ફીઝીયોથેરાપી યુનિટ શરૂ કરવામાં આવી રહ્યું છે અને આગામી તા. ૧૦ ને શુક્રવારથી આ યુનિટને શરૂ કરવામાં આવશે જેમાં અનુભવી ફીઝીયોથેરાપીસ્ટ ડો.નિધી વૈભવ દફતરી દ્વારા સાંજે ૪:૩૦ થી ૬:૩૦ સુધી સેવા આપવામાં આવશે અને રોડરજજુ અને મણકાને લગતી તકલીફો, ઓપરેશન પછીની કસરતો અને સાંધાનો ઘસારો સહિતની સારવાર પ્રદાન કરવામાં આવશે તેવું ટ્રસ્ટીએ જણાવ્યુ છે.

કેન્સર નિદાન કેમ્પ યોજાશે
મોરબીમાં ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું તા ૧૧ અને ૧૨ માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું છે અને રૂપાબેન જગદીશભાઈ ઝવેરીના દીકરી નેહલબેન વિદિતભાઇ શાહના શુભલગ્ન પ્રસંગે તેમના તરફથી આ કેમ્પ માટે આર્થીક સહયોગ આપવામાં આવ્યો છે આગામી શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કર્વમાં આવ્યું છે જેમાં શનિવારે સાંજે ૪ થી ૭ અને રવિવારે સવારે ૯ થી ૧૨ સુધી દર્દીઓનું નિદાન કરવામાં આવશે આ કેમ્પમાં મુંબઈના જાણીતા કેન્સર નિષ્ણાત ડો. વિક્રમભાઈ સંઘવી દર્દીઓને સેવા આપશે વધુમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહએ જણાવ્યુ છે કે, દર્દીઓએ પોતાની જુની ફાઈલ સાથે લાવવી અને એડવાન્સમાં ડિસ્પેન્સરી ખાતે પોતાનું નામ નોંધાવવાનું રહેશ






Latest News