મોરબીમાં ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ખાતે ફીઝીયોથેરાપી શરૂ થશે-કેન્સર નિદાન કેમ્પ યોજાશે
મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા રજવાડી સમૂહલગ્નનું આયોજન
SHARE
મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા રજવાડી સમૂહલગ્નનું આયોજન
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી રાત્રી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કન્યાઓને કરિયાવરમાં સોના-ચાદીના દાગીનાથી લઈને ઘર વપરાશની વસ્તુઓ મળીને ૮૫ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે તેવું સમસ્ત દશનામ ગોસ્વામી યુવક મંડળ સમૂહલગ્ન સમિતિના આયોજકોએ જણાવ્યુ છે
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ આયોજિત આગામી તા ૧૧/૩ ના રોજ રજવાડી સમુહલગ્નનું આયોજન મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાંઈબાગ જનકલ્યાણ નગર ઉમા ટાઉનશીપ ગેટ સામે કરવામાં આવ્યું છે અને ત્યાં રાત્રીના સમૂહલગ્ન રાખવામા આવેલ છે ત્યારે સાત યુગલો સંતો મહંતો અને જ્ઞાતીના આગેવાનોની હાજરીમાં લગ્નગ્રંથિએ જોડાશે અને સમૂહલગ્નમાં કન્યાઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીનાથી લઈને ઘર વપરાશની કુલ મળીને ૮૫ ચીજ વસ્તુઓ ભેટ આપવામાં આવશે આ સમૂહ લગ્નમાં મુકેશગીરી દલપતગીરી ગોસ્વામી (ડેરીવડારા), ડો મનીષગીરી કાંતિગીરી ગોસ્વામી (રાજકોટ), ગોસ્વામી સોમગીરી પ્રભાતગીરી (રાજકોટ), મહંત સચ્ચિદાનંદ ગીરીજી (રાષ્ટ્રીય અધ્યક્ષ) સહિત મોરબી દશનામ ગોસ્વામી સમાજ પ્રમુખ ગુલાબગીરી, મહંત ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ), મહંત હરેશપ્રગટ (દળવા-રાંદલ), મહંત રવિન્દ્રગીરી તથા મનોજગીરી (ચોટીલા) સહિત સંતો- મહંતો તેમજ ગોસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે આ સમૂહલગ્નને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ તેજસગીરી, ઉપપ્રમુખ બળવંતગીરી, મંત્રી નિતેષગીરી, સહમંત્રી અમિતગીરી સહિત સભ્યોની ટીમ જેહમત ઉઠાવી રહી છે.
ટીબીના દર્દીઓ માટે કીટ વિતરણ
વાંકાનેર તાલુકાનાં દલડી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રીના માનવતા માટેના આહવાન જન ભાગીદારી થકી ટીબી નિર્મૂલન માટેના અભિયાન અંતર્ગત ટીબીના ૧૦ જેટલા દર્દીઓને દવા સાથે સારો મળેએ હેતુસર વિવિધ દાતાઓના સહયોગથી ન્યુટ્રીશિયન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા દાતા ડો.અજય ચાવડા, રૂપલબેન નિમાવત, કાલુભાઈ આંત્રેશા, વંદનાબેન સોલંકી, ડી.બી. ધોરીયા, નેહાબેન નંદાસીયા, ફિરોઝભાઇ ખોરજીયા દ્વારા આ કીટ આપવામાં આવી હતી.









