મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનાની ઓરડીમાથી ગાળા ઉપર ઇજા પામેલ હાલતમાં યુવાનની લાશ મળી
મોરબી-રાજકોટ રોડ ઉપરના બ્રિજના ડાઈવર્ઝન રિપેર કરવાની માંગ
SHARE









મોરબી-રાજકોટ રોડ ઉપરના બ્રિજના ડાઈવર્ઝન રિપેર કરવાની માંગ
મોરબી રાજકોટ વચ્ચે ઘણા લાંબા સમયથી ફોર લેનનું કામ ચાલી રહ્યું છે. આ કામમાં જે જગ્યાએ ઓવરબ્રિજનું કામ આવે છે તે કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. અને ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે. તે ડાયવર્ઝન ખરાબ હાલતમાં છે. માટે ટી રીપેર કરવાની માંગ કરવામા આવી છે
મોરબી રાજકોટ વચ્ચે અનેક ડાયવર્ઝન ખરાબ હાલતમાં છે જેના કારણે ટ્રાફિક જામ થાય છે. લોકો હેરાન થાય છે. અને બીમાર દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ નથી નીકળી શકતી તો આ ડાયવર્ઝનને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ માંગ કરાયેલ છે. આ ઉપરાંત આ નવો બનેલો રોડ પણ અમુક જગ્યાએથી તૂટી ગયેલ છે. જેને પણ તાત્કાલિક રીપેરીંગ કરવાની તાતી જરૂરિયાત છે જેથી તે વધું ના તૂટે. તો આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા રજૂઆત કરી છે અને ત્રણ દિવસમાં કામ કરવામાં નહીં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે
