મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં પત્નીને બીભત્સ ઇશારા કરનારા યુવાનને છરીનો ઘા ઝીકિને પતાવી દીધો


SHARE













મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં પત્નીને બીભત્સ ઇશારા કરનારા યુવાનને છરીનો ઘા ઝીકિને પતાવી દીધો

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનાની ઓરડીમા રહેતા યુવાને પાડોશમાં રહેતા પરિવારની મહિલા સાથે બીભત્સ ચેડાં કર્યા હતા જેથી કરીને તેનો ખાર રાખીને મહિલાના પતિએ યુવાનના ગાળા ઉપર છરી થી ઘા ઝીકિને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને મૃતક યુવાનના સંબંધીની ફરિયાદ લઈને પોલિસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર હોટેલ વૈભવ હોટલ નજીક આવેલ રેડિયન્ટ નામના કારખાનામાં લેબર ક્વાટર્સમાં મજૂર યુવાનની હત્યા કરેલી લાશ હોવાની જાણ મોરબી બી ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને મૃતક યુવાનના યુવાનના ગાળા ઉપર છરીનો ઘા કરીને તેની હત્યા કરવામાં આવૈ હોવાનું જોવા મળ્યું હતું જેથી પોલીસે પહેલા તો મૃતક યુવાનનું નામ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી મોરબી બી ડિવિઝન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનનું નામ જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા (૨૭) મૂળ રહે, મધ્યપપ્રદેશ હાલમાં રહે રેડીયન્ટ સિરામિક વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની બોડીને પીએમ માટે ખસેડવામાં આવી હતી

આ બનાવમાં મૃતક યુવાનના બનેવીના ભાઈ નીરાજભાઈ જવાહરભાઇ પાંડે (૩૫) રહે, મધ્યપપ્રદેશ હાલમાં રહે રેડીયન્ટ સિરામિક વાળાની ફરિયાદ લીધેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી બારીવાલા કુશલભાઈભાઈ ટૂંડું જાતે સંતેલી (૨૩) રહે, રેડીયન્ટ સિરામિક વાળાની પત્નીને બે દિવસ પહેલા મૃતક યુવાને બીભત્સ ઇશારા કર્યા હતા તેથી આરોપી સાથે ઝઘડો થયો હતો જેનો ખાર રાખીને તેની હત્યા કરી નાખી છે હાલમાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News