મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં પત્નીને બીભત્સ ઇશારા કરનારા યુવાનને છરીનો ઘા ઝીકિને પતાવી દીધો
વાંકાનેરની પ્રતાપપરા શેરીના બંધ મકાનમાં રોકડા-દાગીનાની ચોરી કરનારા શખ્સની મુદામાલ સાથે ધરપકડ
SHARE









વાંકાનેરની પ્રતાપપરા શેરીના બંધ મકાનમાં રોકડા-દાગીનાની ચોરી કરનારા શખ્સની મુદામાલ સાથે ધરપકડ
વાંકાનેર પ્રતાપપરા શેરી નં.-૧ માં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કરીને આરોપીએ બે કબાટમાથી રોકડ રૂપિયા અને ચાંદીના દાગીના મળીને ૮૭૨૦૦ ની ચોરી કરી હતી જેથી પોલીસે ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં નવાપરાના દેવીપુજકવાસમાં રહેતા શખ્સની પોલીસે મુદામાલ સાથે ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ જામનગર લીમડા લાઇન રજપુતપરા શેરી નં. ૨ સોની વાડીની સામે વસંત વિહાર એપાર્ટમેન્ટ ફલેટ નં. એ.૨૦૧ માં રહેતા દર્શીતાબેન મીહીરભાઇ સંઘવી જાતે જૈન વાણીયા (ઉ.૩૧)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા.૫/૯ ના સવારે ૯:૪૫થી લઈને તા.૬/૯ ના કલાક ૧૦:૦૦ સુધીમાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સે તેની માતા લતાબેન ચંદુલાલ મહેતાનું વાંકાનેર પ્રતાપપરા શેરી નં.-૧માં બંધ મકાન હતું તેના મેઇન દરવાજાનો નકુચો તોડી તેમજ રસોડાના દરવાજાનો કાચ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમા પ્રવેશ કરી રૂમમા રહેલા બે કબાટને કોસ જેવા હથીયારથી ખોલી કબાટમા પેટીમા રહેલ રોકડા ૨૨૦૦૦, બીજા કબાટમા રહેલ રોકડા ૧૮૫૦૦ તેમજ ચાંદીની વસ્તુ ગ્લાસ, ડબરો, જુડો, કડા વિગેરે મળી કુલ ૮૭૨૦૦ ની ચોરી કરી હતી
આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ફરીયાદીના ઘરની આજુબાજુના સીસીટીવી ફુટેજ ચેક કરતા એક લાલ ટી શર્ટ વાળો ઇસમ શંકાસ્પદ હીલચાલ કરતો જોવા મળેલ હતો જેથી પોલીસે નવાપરાના દેવીપુજકવાસમાં રહેતા નવઘણભાઈ ભલુભાઈ વિકાણી જાતે દેવીપુજકના ઘરની ઝડતી લેતા ત્યાથી ચાંદીની અલગ અલગ ચીજવસ્તુ તથા રોકડા રૂપિયા મળી આવેલ હતા જે બાબતે પુછપરછ કરતા પોતે પીરમશાયક હોસ્પીટલ પાછળ વાળી એક શેરીમાં બંધ મકાનમાંથી ચોરી કરેલની કબુલાત આપી હતી જેથી પોલીસે ચોરીમાં ગયેલ રોકડા રકમ તથા ચાંદીની વસ્તુ પંચ રૂબરૂ કબજે લઈ ઘરફોડ ચોરીના ગુન્હામાં આરોપીની ધરપકડ કરી હતી આ કામગીરી પીઆઇ એચ.એન.રાઠોડના માર્ગદાર્શન હેઠળ એચ.ટી મઠીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહએ કરી હતી
