વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

અંકલેશ્વર જીલ્લામાં થયેલ ત્રિપલ હત્યાના ગુનામાં સંડોવાયેલા એક આરોપીની મોરબીના સિરામિક કારખાનામાંથી ધરપકડ


SHARE











અંકલેશ્વર જીલ્લામાં થયેલ ત્રિપલ હત્યાના ગુનામાં સંડોવાયેલા એક આરોપીની મોરબીના સિરામિક કારખાનામાંથી ધરપકડ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.જી. ગ્લાસ કંપનીમાં લૂંટ અને ધાડ પાડવા અપપ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્રણ સીકયુરીટી ગાર્ડના મોત નિપજાવનાર નાસતા ફરતા આરોપીને મોરબી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પડેલ છે

ગઇ તા.૧૮/૦૯/૨૦૧૯ ના રોજ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોસંબા રોડ પર ઉંટીયાદરા ગામ પાસે આવેલ પી.જી. ગ્લાસ કંપનીમાં સીકયુરીટી ગાર્ડ પોતાની ફરજ ઉપર હતા ત્યારે મોડી રાત્રીના સમયે આશરે ૨૫ થી ૩૦ જેટલા અજાણ્યા ઇસમો પાઇપો, લાકડીઓ, ધારીયા, જેવા સશસ્ત્ર હથિયારો સાથે આવ્યા હતા અને મોઢા કપડાથી ઢાકેલ હતા ત્યારે ફરીયાદી તથા સાહેદો અને મરણજનારનાઓએ આરોપીઓને રોકતા આરોપીઓએ એકસંપ કરી જીવલેણ હુમલો કર્યો હતો અને મારમારીને ગંભીર ઇજાઓ કરીને મોબાઇલ ફોનની લુટ કરી હતી અને સીકયુરીટીને કંપનીની રૂમમાં બંધક બનાવી સ્થળ પર ત્રણ સાહેદોના મોત નિપજાવી બે સાહેદોને ગંભીર ઇજા કરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ગુન્હામાં કુલ ૬ આરોપીઓને નાસતા ફરતા દર્શાવેલ હતા

આ ગંભીર પ્રકારના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ તજવીજ કરી રહી હતી અને મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડના માણસોમાંથી રામભાઇ નારણભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમારને બાતમી મળી હતી જેના આધારે પોલીસે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઇપીસી કલમ ૩૯૬, ૩૯૭, ૩૪૨, ૪૪૭, ૪૪૯, ૨૦૧, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી) તથા ધી આર્મ એકટ કલમ-૨૫(૧) (એ) (૧-બી) (એ) જી.પી.એકટ-૧૩૫ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી કરણ ઉર્ફે કરણીયો માધુભાઇ કાવીઠીયા રહે. રોજીત તાલુકો બરવાળા જિલ્લો બોટાદ વાળો મોરબી જેતપર રોડ ઉપર આવેલ એન્ટીલા સીરામીકમાં મજુરી કામ કરે છે. જેથી ત્યાં તપાસ કરતા આરોપી કરણ ઉર્ફે કરણીયો માધુભાઇ કાવીઠીયા (૨૨) મળી આવ્યો હતો અને તેને પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સોપેલ છે. અને આરોપીનો કબજો મેળવી આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News