મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને પરિણિતાને અપશબ્દો કહી તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી


SHARE







મોરબીમાં અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને પરિણિતાને અપશબ્દો કહી તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી

મોરબીના વીસીપરામાં રહેતી મહિલાના ઘરે જઈને એક ઇસમ દ્વારા મહિલાને ધમકી આપીને ગાળો આપવામાં આવી હતી અને મહિલાએ અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને તે શખ્સ દ્વારા મહિલાના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવેલ હોય ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં પ્રજાપત નળીયાના કારખાના પાસે રહેતી રાજેશ્વરીબેન ધર્મેશભાઈ જગદીશભાઈ મેર જાતે કોળી નામની ૨૫ વર્ષની પરિણિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે તોફિક ઉર્ફે તોફલો ઈબ્રાહીમ ચાનિયા રહે.કાલિકા પ્લોટ પરસોતમ ચોક પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેણી ઘરે હતી ત્યારે સામેવાળો તોફીક ચાનીયા તેઓના ઘરે આવ્યો હતો અને રાજેશ્વરીબેને અગાઉ કરેલી ફરિયાદનો રોષ રાખીને તેણીને ગાળો આપી હતી અને બાદમાં ફરિયાદી રાજેશ્વરીબેનના પતિ ધર્મેશ જગદીશ મેરને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી હાલ રાજેશ્વરીબેન મેરની ફરિયાદ ઉપરથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા તોફીક ઈબ્રાહીમ ચાનીયા સામે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨) ધમકી આપવા સબબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં સગીરને ઈજા

મોરબીના સામાકાંઠાના રહેવાસી હર્ષવર્ધનસિંહ ગિરિરાજસિંહ રાણા નામના ૧૫ વર્ષીય સગીરને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા અત્રે ડોક્ટર હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને તેમાં પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, હર્ષવર્ધનસિંહ રાણા કામ સબબ ઘરેથી બહાર નીકળીને બાઈકમાં બેસી બજારમાં જતો હતો ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ રામેશ્વર મહાદેવ મંદિર પાસે સામાકાંઠે તે વાહનમાંથી પડી જતા ડાબા હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે લાવવામાં આવેલ છે હાલ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News