મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે સંતાનમાં દીકરો ન હોવાથી પરણીતાને મારવા મજબૂર કરનાર પતિ સામે ગુનો નોંધાયો


SHARE





ટંકારાના નેકનામ ગામે સંતાનમાં દીકરો ન હોવાથી પરણીતાને મારવા મજબૂર કરનાર પતિ સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જોકે, મૃતક મહિલાના માવતર દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેથી કરીને મૃતક મહિલાના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યું હતું અને હાલમાં મૃતક મહિલાને સંતાનમાં દીકરો ન હોવાથી તેનો પતિ તેને મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતો હોવાથી દીકરીએ આપઘાત કર્યો હોવાની મૃતક મહિલાની માતાએ ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા હસમુખભાઈ લોરીયાના પત્ની અરુણાબેન હસમુખભાઈ લોરીયા જાતે દેવીપૂજક (૩૨) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે મૃતક અરુણાબેનના માવતર દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવા અંગેની શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી હતી જેથી મૃતક મહિનાના મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો અને હાલમાં આ બનાવમાં મૃતક મહિલાની છતર ગામે રહેતી માતા વેલુબેન લાભુભાઈ લીરાભાઈ પરમાર જાતે દેવીપુજક (૫૫)એ તેના જમાઈ હસમુખ ઉર્ફે અશોક મનજીભાઈ લોરીયા રહે. નેકનામ વાળાની સામે દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરીને સંતાનમાં બે દીકરીઓ હતી જો કે, દીકરો ન હોવાથી તેને મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપવામાં આવતો હતો અને તેની દીકરીને મારવા માટે મજબૂર કરી હતી જેથી તેને આપઘાત કર્યો છે હાલમાં મૃતકની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ કેસની તપાસ ટંકારાના પીએસઆઈ એચ.આર.હેરભા ચલાવી રહ્યા છે




Latest News