મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી.ના પ્રમુખ પદે ઈરફાનભાઈ ગઢવારાની નિમણૂક


SHARE







વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી.ના પ્રમુખ પદે ઈરફાનભાઈ ગઢવારાની નિમણૂક

વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી.ના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી આજ રોજ યોજાઇ હતી અને કુલ ૧૩ સભ્યોમાંથી બે સભ્યો ગેરહાજર રહ્યા હતા જો કે, આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ઈરફાનભાઈ ગઢવારા અને ઉપપ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ શેરસીયાની નિમણૂક કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ની ચૂંટણી પુર્ણ થતા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના ઉમેદવારોનો ૧૦ વિરૂદ્ધ ૧ મતથી વિજય થયો છે જેમાં પ્રમુખ તરીકે ઈરફાનભાઈ મામદભાઈ ગઢવારા(તિથવા) અને ઉપપ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અલાવદી શેરસીયા (લાલપર)ની વરણી કરવામાં આવી છે આ ચુંટણીમાં કુલ ૧૨ ચુંટાયેલા પ્રતિનિધિઓ અને એક બેંક પ્રતિનિધિ એમ ૧૩ સભ્યોને મતદાન કરવાનો અધિકાર છે જેમાંથી બે સભ્યો ગેરહાજર રહેતા હતા જો કે, ૧૧ સભ્યો હાજર હતા તેઓએ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી હતી અને આ ચુંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના બંને ઉમેદવારોનો વિજય થયો છે






Latest News