મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ મોરબીમાં રોડ સાઈડમાં સૂતેલા બાળકની છાતિ ઉપરથી કારનું ટાયર ફરી ગયુ ! મોરબીના રંગપર નજીક નાલામાં ડૂબી જતા 4 વર્ષના બાળકનું મોત: જૂના રફાળેશ્વર રોડે કારખાનામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત મોરબી નજીકથી 315 બોટલો દારૂ ભરેલ ગાડી સાથે 2 શખ્સ ઝડપાયા: 8.75 લાખનો મુદમાલ કબ્જે મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઘરમાં ચક્કર આવતા પડી ગયેલ આધેડ અને કામ કરતાં સમયે બે એપાર્ટમેન્ટ વચ્ચે પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી વરિયા મંદિરે આગામી ૩૦ માર્ચથી ભાગવત સપ્તાહનો પ્રારંભ


SHARE





મોરબી વરિયા મંદિરે આગામી ૩૦ માર્ચથી ભાગવત સપ્તાહનો પ્રારંભ

સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિના કુળદેવી શ્રી વરિયા માતાજી ગુરુ પ્રેમદાસબાપુની અસીમ કૃપા અને આશીર્વાદ તથા મોરબી વરિયા મંદિરના મહંત પૂજ્ય ગુરુ શ્રી વિરદાસબાપુની ઈચ્છા તેમજ પ્રેરણાશક્તિથી સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે આગામી તા.૩૦-૩ થી તા.૫-૪ સુધી પ્રજાપતિ સમાજની વાડી સોઓરડી સામાકાંઠે મોરબી-૨ વરિયા મંદિર મુકામે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ (મોક્ષગાથા) નું આયોજન થનાર હોય.જેની પોથી યાત્રા તા.૨૯-૩ ને બુધવારે સાંજે ૪ કલાકે નીકળશે.જેની તડામાર તૈયારીઓ જય ગુરુદેવ ગ્રુપ વરિયા મહિલા મંડળ તેમજ પ્રજાપતિ સમાજના યુવા કાર્યકર્તાઓ દ્વારા કરાઈ રહી છે. આ ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર વક્તા શાસ્ત્રી જનકભાઈ કેશવલાલ પંડ્યા (ગજડીવારા) વ્યાસપીઠ પર બિરાજીને સુમધુર સંગીતમય શેલીમાં કથાનું રસપાન કરાવશે. કથા દરમ્યાન આવતા દરેક પાવન પ્રસંગો ધર્મોલાસ સાથે ઉજવાશે.

કથા દરમ્યાન તા.૩૦-૩ તા.૩-૪ સુધી દરોજ રાત્રીના ૯ થી ૧૨ ધૂન ભજન નો કાર્યક્રમ યોજાશે. જેમાં વરિયા મહિલા ધૂન મંડળ, ઠાકર ભજન મંડળ, ગોકુળના બાલાહનુમાન ધૂન મંડળ, બાપા સીતારામ ધૂન મંડળ ની સાથે અનેક નામી અનામી કલાકારો દ્વારા સંતવાણીના કાર્યક્રમો યોજાશે. તેમજ તા.૪-૪ ના રોજ સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના આરાધ્યદેવી શ્રી વરિયા માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરાયું છે અને રાત્રે ૯-૩૦ કલાકે ભવ્ય ડાકડમરુંના કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ડાકડમરુના સુપ્રસિદ્ધ કલાકાર રાવળદેવ ઉમેશભાઈ મકવાણા ગ્રુપ -મોરબી જમાવટ કરશે.

સમગ્ર કથા દરમ્યાન વરિયા પ્રજાપતિ સમાજના ગુરુદ્વારા નકલંકધામ હડમતીયાના મહંત ગુરુ શ્રી મેહુલદાસબાપુ, કર્મયોગી આશ્રમ વાવડીથી શ્રી જયરાજનાથજી બાપુ, ધોમગીરી ટેકરી આશ્રમ-જેસરથી પૂજ્ય શ્રી મધુરામબાપુ સહીત અનેક સાધુ સંતો ઉપસ્થિત રહેશે.તેમજ કથા પુર્ણાહુતી તા.૫-૪ ના દિવસે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ જ્ઞાતિભોજન (નાત) નું આયોજન કરેલ છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.




Latest News