મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ મોરબીમાં રોડ સાઈડમાં સૂતેલા બાળકની છાતિ ઉપરથી કારનું ટાયર ફરી ગયુ ! મોરબીના રંગપર નજીક નાલામાં ડૂબી જતા 4 વર્ષના બાળકનું મોત: જૂના રફાળેશ્વર રોડે કારખાનામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત મોરબી નજીકથી 315 બોટલો દારૂ ભરેલ ગાડી સાથે 2 શખ્સ ઝડપાયા: 8.75 લાખનો મુદમાલ કબ્જે મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઘરમાં ચક્કર આવતા પડી ગયેલ આધેડ અને કામ કરતાં સમયે બે એપાર્ટમેન્ટ વચ્ચે પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માતના કેશમાં રૂ।.૭,૨૭,૦૦૦ નું વળતર ચુકવવા વિમા કુા. સામે હુકમ


SHARE





મોરબીમાં અકસ્માતના કેશમાં રૂ।.૭,૨૭,૦૦૦ નું વળતર ચુકવવા વિમા કુા. સામે હુકમ

મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં થયેલ વાહન અકસ્માતના બનાવ બાદ નોંધાયેલ ફરિયાદના કેસમાં કોર્ટે ભોગ બનનાર પરિવારને રૂા.૭.૨૭ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેશની હકીકત એવી છે કે ગુજરનાર રૂપમ રાધેક્રિષ્ન પાંડે રહે.વાણીયા સોસાયટી મોરબીવાળા ગત તા.૧૪-૫-૨૦૧૮ ના રોજ પોતાનું મોટરસાઇકલ નંબર જીજે ૩૬ જે ૧૪૪૧ ધીમેધીમે ચલાવી મોરબીથી વાંકાનેર તરફ જતા હતા ત્યારે રાત્રીના સમયે ડમ્મપર નંબર જીજે ૨૬ ટી ૨૩૬૮ ના ચાલકે લાલપર-પાવરહાઉસ પાસે કોઇ રીફરેક્ટર કે આડસ રાખીયા વગર રોડ વચ્ચે બેદરકારીથી ડમ્પર પાર્ક કરેલ હોય, આ બાઇક ડમ્પર નં.જીજે ૩૬ ટી ૨૩૬૮ ના પાછળના ભાગે ભટકાતા રૂપમ રાધેક્રિષ્ન પાંડેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી અવસાન પામેલ.તેમના અકસ્માત વળતરનો કેશ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા ટ્રીબ્યુનલે અરજદારના વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ ભોગ બનનારના પરીવારને રૂા.૭,૨૭,૦૦૦ નું વળતર ૮ ટકા વ્યાજ તથા ખર્ચની રકમ સહીત ચુકવવા વિમાં કાુ. સામે હુકમ કરેલ છે.આ કામમાં અરજદાર વતી મોરબીના સનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.




Latest News