મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ મોરબીમાં રોડ સાઈડમાં સૂતેલા બાળકની છાતિ ઉપરથી કારનું ટાયર ફરી ગયુ !
Breaking news
Morbi Today

ચૈત્રમાસની ઓળી એટલે નવપદની ઓળી પુણ્યની ઝોળી ભરવાનું અમોઘ સાધન: રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ


SHARE





ચૈત્રમાસની ઓળી એટલે નવપદની ઓળી પુણ્યની ઝોળી ભરવાનું અમોઘ સાધન: રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ

મોરબીમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ મોરબીમાં ચારે ફિરકાની સામૂહિક શાશ્વતી ચૈત્રમાસની ઓળીમાં પૂજ્ય ગુણરત્નશુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ગુરુદેવ રશ્મીરત્ન સુરીશ્વરજી મ.સા.નો મંગલ પ્રવેશ થયો છે.

ગુરુદેવ રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજના મંગલ પ્રવેશ નિમિત્તે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. ગુરુદેવ જૂનાગઢ ગિરનાર તીર્થથી ૪૫૦ કિલોમીટરનો ઉગ્ર વિહાર કરીને ચૈત્રમાસની શાશ્વત ઓળીમાં નિશ્રા આપવા માટે મોરબી સંઘમાં પધાર્યા છે. ત્યારે નગર દરવાજાથી ગુરુદેવનું સામૈયું કરવામાં આવ્યું હતું. સામૈયામાં ૨૭ શુકનવાળી સુહાગન બહેનો તથા ૩૬ બાળાઓ દ્વારા ગુરુદેવના વધામણા કરાયા હતા.

આ સામૈયુ દરબારગઢના શ્રાવકોના ઉપાશ્રમયમાં ઉતર્યું હતું. ત્યારબાદ ધર્મસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુરુદેવ રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ચૈત્રમાસની ઓળી એટલે નવપદની ઓળી પુણ્યની ઝોળી ભરવાનું અમોઘ સાધન છે. નવપદ એજ જિનશાસન છે અને જિનશાસન એજ નવપદ છે. નવપદ બહાર જિનશાસનની એક પણ આરાધના નથી.

સાથે જ ચૈત્ર સુદ 13ના દિવસે પ્રભુવીરના ૨૬૨૧ મા જન્મ કલ્યાણક નિમિત્તે રથયાત્રા સાથે શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં મોરબી સંઘના ચારે ફિરકાના સંઘો જોડાશે. મોરબી સંઘના ૫૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ૪૦ થી વધુ સાધુ, સાધ્વીજી, ભગવંતોનું એક સાથે આગમન થયું છે.




Latest News