મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી ! મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

જૂનાગઢમાં બ્રિજેશભાઇ લાવડિયાના કેસમાં ફરિયાદ ન લેવાઈ તો વવાણિયાથી વંથલી સુધી ૧૦૦૦ કારની રેલી: મોરબી જિલ્લા આહીર સમાજની ચીમકી


SHARE













જૂનાગઢમાં બ્રિજેશભાઇ લાવડિયાના કેસમાં ફરિયાદ ન લેવાઈ તો વવાણિયાથી વંથલી સુધી ૧૦૦૦ કારની રેલી: મોરબી જિલ્લા આહીર સમાજની ચીમકી

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ગામના મૂળ મેઘપરના રહેવાસી અને હાલમાં જુનાગઢ પીટીસી સેન્ટર ખાતે ફરજ બજાવતા એસઆરપીના એએસઆઈની શંકાસ્પદ હાલતમાં ડેડબોડી મળી આવી હતી તેમ છતાં પણ મૃતકના પરિવારની ફરિયાદ લેવામાં આવી નથી જેથી આજે મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ની ઓફિસે મોરબી જિલ્લા આહીર સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને જો મૃતકના પરિવારની ફરિયાદ નહીં લેવામાં આવે તો વાવણિયાથી વંથલી સુધીની ૧૦૦૦ કાર સાથેની રેલી કાઢવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

મૂળ મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મેઘપર ગામના રહેવાસી બ્રિજેશભાઈ લાવડીયા જુનાગઢ પીટીસી સેન્ટર ખાતે ફરજ બજાવતા હતા. દરમ્યાન ગત તા ૨૦ ના રોજ તેઓ બપોરે પોતાના ઘરેથી કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો છે તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ એકાદ વાગ્યાના અરસામાં બ્રિજેશભાઈ લાવડીયાએ ઘરે ફોન કર્યો હતો અને તેમની પત્ની સાથે વાત કરી હતી ત્યાર બાદ તેના દીકરા સાથે વાત કરી હતી જેમાં જણાવ્યું હતું કે, તેના અધિકારી ડીવાયએસપી કાપડિયા અને પીએસઆઇ ખાચર તેમજ બીજા બહેનો અને અન્ય લોકોએ તેના ઉપર ખોટા આક્ષેપો કરેલા છે અને તેને લાકડી વડે માર માર્યો છે તેનો કોઈ વાંક ગુનો નથી તેમ છતાં પણ તેને ખોટી રીતે ફસાવી દેવા અને બદનામ કરવાની ધમકીઓ દેવામાં આવી રહી છે તેમજ પીટીસી કેમ્પસમાં પગ મુકીશ તો તને હાલવા જેવો રહેવા દેશો નહીં તું કેમ મૂકીને જતો રહે તેવું કહે છે જેથી કરીને તમને બધાને છેલ્લા રામ રામ તેવું કહીને બ્રિજેશભાઈ લાવડીયાએ પોતાનો ફોન મુક્યો હતો

ત્યારબાદ બીજા દિવસે શાપુર ગામ પાસે વાડીમાંથી ગળા ટુપો ખાધેલી હાલતમાં બ્રિજેશભાઈ લાવડીયાની ડેડબોડી મળી આવી હતી જોકે તેના શરીર ઉપર આડેધડ મારવામાં આવ્યો હોય તેવા નિશાન જોવા મળ્યા હતા. આટલું જ નહીં પરંતુ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું તેમાં પણ તેના શરીર ઉપર માર મારવામાં આવ્યો છે તે અંગેની નોંધ છે તો પણ પોલીસ દ્વારા મૃતકના દીકરા રિતેશકુમાર બ્રિજેશભાઈ લાવડીયાની ફરિયાદ હજુ સુધી લેવામાં આવી નથી ત્યારે આજે મોરબીમાં બાયપાસ રોડ ઉપર આવેલ હરી કોમ્પ્લેક્સ ખાતે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ઓફિસે મોરબી આહીર સમાજના આગેવાનો સહિતના લોકો એકત્રિત થયા હતા જેમાં મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પ્રભાતભાઇ આહીર, કચ્છ આહીર સમાજના પ્રમુખ ત્રિકમભાઇ આહીર, મોરબી જિલ્લા આહીર સમાજના પ્રમુખ લાખાભાઇ જારીયા આહીર સમાજના આગેવાન અને રામબાય માતાજીની જગ્યાના ટ્રસ્ટી જસાભાઈ રાઠોડ, બાબુભાઇ હુંબલ, દેવાભાઇ અવાડિયા, અમુભાઈ હુંબલ, ચંદુભાઈ હુંબલ, ઉગાભાઈ રાઠોડ, જયદીપભાઈ હુંબલ, પ્રકાશભાઈ ચબાડ, ભાવિકભાઈ જારીયા, રમેશભાઈ રાઠોડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

તમામ આગેવાનોએ મૃતક બ્રિજેશભાઇ લાવડીયા તેમજ તેના પરિવારને ન્યાય મળે અને આરોપીઓને સજા આકારમાં આકરી સજા મળે તે માટે જરૂરી તમામ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે અને બ્રિજેશભાઇને માર મારનાર અને મારવા માટે મજબૂર કરનાર સામે પહેલા તો તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે તેવી મોરબી આહીર સમાજ દ્વારા પરિવારજનોને સાથે રાખીને માંગ કરવામાં આવી છે અને જો ફરિયાદ નહીં લેવામાં આવે તો માળીયા તાલુકાનાં વવાણિયા ગામે આવેલ રામબાય માતાજીનાં મંદિરેથી વંથલી સુધીની ૧૦૦૦ કાર સાથેની રેલી યોજાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આ પરિવારને ન્યાય મળે તે માટે હાઇકોર્ટમા જવા સુધીની તૈયારી મોરબી જિલ્લા આહીર સમાજના આગેવાનોએ બતાવી છે






Latest News