મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય કલાકાર સંગીતમય શૈલીમાં સોળ સંસ્કારનું મહત્વ સમજાવશે


SHARE





મોરબીમાં આંતરરાષ્ટ્રીય કલાકાર સંગીતમય શૈલીમાં સોળ સંસ્કારનું મહત્વ સમજાવશે

આપણે જાણીએ જ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારનું ખૂબ મહત્વ છે જો કે, આધુનિક યુગમાં સોળ સંસ્કાર વિસરાઈ રહ્યા છે ત્યારે મોરબીમાં વિન્ટેલ ગ્રુપ દ્વારા લોકોને સોળ સંસ્કારનું મહત્વ સમજાવવા માટે આંતરરાષ્ટ્રીય કલાકાર વિનોદભાઈ પટેલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સોળ સંસ્કાર અંગેની માહિતી સંગીત ડાયરા સાથે આપવામાં આવશે

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા અને વિન્ટેલ ગ્રુપના સંચાલક કે.જી. કુંડારીયા અને તેના પરિવાર દ્વારા મોરબીમાં લોકો માટે તા. ૨૯ ને બુધવારે રાત્રે ૯:૩૦ કલાકે રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક ખાતે ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય કલાકાર વિનોદભાઈ પટેલનો સોળ સંસ્કાર સંગીત ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિનોદભાઈ પટેલ દ્વારા ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારનું જે મહત્વ છે તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે જેમાં ગર્ભાધાન, પુંસવન, અનવલોભન, વિષ્ણુબલિ, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, સૂર્યાવલોકન, અન્નપ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, ગાયત્ર્યુપદેશ, સમાવર્તન, વિવાહ અને સ્વર્ગારોહણ અંગેની માહિતી આપવામાં આવશે  એટીઆર ઉલેખનીય છે કે, ડાયરામાં આવનાર લોકોએ પ્રવર્તમાન કોરોનાની બીમારીને ધ્યાને લઈ ફરજીયાત માસ્ક પહેરીને આવવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે




Latest News