વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન વાંકાનેરના રાતીદેવરી ગામે રૂપિયા બાબતે બે વ્યક્તિને 4 શખ્સોએ માર માર્યો મોરબીના વીસીપરા વિસ્તારમાં જુદાજુદા ટ્રેકટરોમાંથી 6 બેટરીની ચોરી હળવદના પ્રતાપગઢ ગામે ભૂલથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત: આમરણ ગામના આધેડને શ્વાસ લેવા તકલીફ થાય બાદ મોત મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ૨૦ જેટલા કેન્દ્રો ઉપર પીવડાવવામાં આવશે મંત્રૌષધિ સુવર્ણપ્રાશન


SHARE





મોરબીના ૨૦ જેટલા કેન્દ્રો ઉપર પીવડાવવામાં આવશે મંત્રૌષધિ સુવર્ણપ્રાશન

સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ૩૧ મી માર્ચ ના રોજ મોરબી સહિત સમગ્ર ભારતભરમાં પાંચ લાખથી વધુ બાળકોને વિના મૂલ્ય મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, બાળકોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો, સ્મૃતિશક્તિમાં વધારો તેમજ બાળકનો વર્ણ તેમજ અવાજ સારો થાય તે હેતુથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા મંત્રૌષધિ સુવર્ણપ્રાશન મુવમેન્ટ સમગ્ર ભારતભરના ૧૮ રાજ્યોમાં ૭૦૦ થી વધુ કેન્દ્ર પર ૫૦ વર્ષોથી અવિરત રૂપે ચલાવવામાં આવે છે. આવું અદભૂત મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પૂજ્ય વિશ્વનાથ ગુરુજીના આર્શિવાદથી પ્રાપ્ત થયેલ છે. આ સુવર્ણપ્રાશન બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, સુવર્ણ તેમજ મધના સંયોજનથી તૈયાર કરવામાં આવેલ છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત આગામી તારીખે ૩૧ માર્ચ શુક્રવારના રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા મોરબીના ૨૦ જેટલા કેન્દ્રો ઉપર વિના મૂલ્યે મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેન્દ્રો ઉપર છેલ્લા ૫ વર્ષોથી દર મહિને લગભગ ૧૨૦૦૦ બાળકોને વિના મૂલ્યે સુવર્ણપ્રાસન પીવડાવવામાં આવી રહ્યા છે. તેમજ ગોપાલ નમકીનના સહયોગથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકા, ગાંધીનગર જિલ્લા પંચાયત અને ભાજપ ડોક્ટર સેલ ગાંધીનગર મહાનગર અને જિલ્લા આયોજિત ૬૩ સ્કૂલ અને ૧૧૧ આગંણવાડીના કુલ ૧૭૪ સેન્ટરના કુલ મળી ૧.૪૮ લાખ બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન વિના મૂલ્યે પીવડાવી વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવશે તો આ સૌથી વધુ લાભદાયી મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવા મોરબી કેન્દ્ર ડૉ. જયેશ પનારા (કલરવ હોસ્પિટલ) ખાતે સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News