મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે રામકથામાં બે દીકરીઓના વાસ્તવિક વિવાહ ધામધુમથી યોજાયા: સમસ્ત ગામે આપ્યો કરિયાવર


SHARE







મોરબીના પાનેલી ગામે રામકથામાં બે દીકરીઓના વાસ્તવિક વિવાહ ધામધુમથી યોજાયા: સમસ્ત ગામે આપ્યો કરિયાવર

મોરબી નજીકના પાનેલી ગામે સમસ્ત ગામ દ્વારા સીતારામ ગૌશાળા લાભાર્થે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામસીતાના લગ્ન પ્રસંગને વાસ્તવિક રીતે ઉજવવામાં આવ્યો હતો અને ગામના બે જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના ધામધુમથી ગામના લોકો દ્વારા લગ્ન કરવામાં આવ્યા હતા અને કથા મંડપમાં જ બંને દીકરીઓનું કન્યાદાન આપીને સમાજને નવો રાજ ચીંધ્યો હતો

સામાન્ય રીતે કથા તો ગામે ગામ કરવામાં આવે છે જો કે, ઘણી જગ્યાએ કથાના આયોજકો દ્વારા જરૂરિયાતમંદ પરિવારના તારણહાર જેવુ સુંદર આયોજન કરવામાં આવે છે આવું જ આયોજન મોરબી નજીકના પાનેલી ગામે કરવામાં આવ્યું હતું અને પાનેલી ગામે સીતારામ ગૌશાળા લાભાર્થે રામ કથા, મસાણી મેલડીનો યજ્ઞ, સમસ્ત પાનેલી ગામ માટે મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાના યજ્ઞના યજમાન ચાવડા ભુરાભાઈ દાનાભાઈ છે અને આ રામ કથામાં ઉજવાતા ધાર્મિક પ્રસંગમાં રામ સીતાના વિવાહનો પ્રસંગ રામનવમીના આગળના દિવસે ઉજવવાનો હતો ત્યારે સીતારામ ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા પ્રસંગને પાત્રો તૈયાર કરીને ઉજવવાના બદલે વાસ્તવિક રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને પાનેલી તેમજ લખધીરનગરને એક એક દીકરી એમ કુલ બે દીકરીઓના ધામધુમથી લગ્ન કરવવામાં આવ્યા હતા

રામ કથાના આયોજકો વતી માહિતી આપતા પાનેલી ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલએ જણાવ્યુ હતું કે, મૂળ શનાળાના રહેવાસી શાસ્ત્રી અનિલપ્રસાદ રાવલ દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરવી રહ્યા છે ત્યારે જયંતિભાઈ રામજીભાઇ હડિયલની દીકરી જયોતિબેનના લગ્ન ડાભી હરગોવિંદભાઈ પાંચાભાઇના દીકરા જસમતભાઈ સાથે કરવામાં આવેલ છે તેવી જ રીતે નરશીભાઈ અરજણભાઇ ખાણધરની દીકરી નિશાબેનના લગ્ન મનસુખભાઇ રણછોડભાઈ કંઝરિયાના દીકરા અજયભાઇ સાથે રામ સીતાના લગ્ન પ્રસંગ દરમ્યાન કરાવવામાં આવ્યા હતા

ત્યારે પાનેલી અને આજુબાજુના ગામના લોકો મોટી  સંખ્યામાં હાજર રહ્યા હતા અને બંને દીકરીઓના કથાકાર, ગ્રામજનો સહિતના લોકોના આશીર્વાદ સાથે સાસરે વિદાય આપવામાં આવી હતી ત્યારે બંને દીકરીઓને ગામના લોકો સહિતના લોકો તરફથી કરિયાવર પણ આપવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, કોઈપણ ધાર્મિક કાર્યમાં લોકો હંમેશા તન, મન અને ધન સહકાર આપતા જ હોય છે જો કે, કથાના આયોજકો દ્વારા જો કથા દરમ્યાન પાનેલી ગામની રામકથાના આયોજકોની જેમ જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના ધામધુમથી લગ્ન કરાવવામાં આવે તો એક કે બે નહીં પરંતુ ઘણા પરિવારોની આર્થિક સહિતની ચિંતા અને મૂંઝવણ દૂર થઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News