મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં નિઃશુલ્ક યોગ તાલીમ મેળવી સર્ટિફાઇડ યોગ ટ્રેનર બનવા માર્ગદર્શન સેમિનાર


SHARE





મોરબીમાં નિઃશુલ્ક યોગ તાલીમ મેળવી સર્ટિફાઇડ યોગ ટ્રેનર બનવા માર્ગદર્શન સેમિનાર

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિ:શુલ્ક યોગ ટ્રેનર તાલીમ શિબિર માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન મોરબી ખાતે આગામી તા.૩૧ ને શુક્રવારના રોજ બપોરે ૩:૩૦ થી ૫ દરમિયાન વિનય કરાટે એકેડમી અને ભક્તિઓ કેન્દ્ર, મયુરપાર્ક, શ્રી હરિ કોમ્પ્લેક્સ, અવની ચોકડી પાસે, કેનાલ રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ છે.આ માર્ગદર્શન સેમિનારમાં જે વ્યક્તિઓ યોગ ટ્રેનર બનવા ઇચ્છે છે તેમના માટે ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવશે. માર્ગદર્શન સેમિનારમાં ૧૫ વર્ષથી ઉપરના કોઈપણ ભાઈઓ-બહેનો લાભ લઇ શકશે.શા માટે યોગ ટ્રેનર તાલીમ લેવી જોઈએ ? યોગ તાલીમ લેવાથી આપણને શું ફાયદો ? વગેરે મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવનાર છે.

યોગ ટ્રેનર તાલીમની વિશેષતાઓ માં ૧૦૦ કલાકની યોગ તાલીમ વિવિધ વિષયોપર પ્રેક્ટીકલ-થિયરી સાથે વિસ્તૃત સમજ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરનું પ્રમાણપત્ર મળવાપાત્ર, પોતાના વિસ્તારમાં યોગ સાધકો માટે તાલીમ બાદ, યોગ વર્ગ શરૂ કરવા પર યોગ બોર્ડના નિયમો મુજબ માનદ-વેતન મળવાપાત્ર, યોગ ટ્રેનર બની, વ્યવસાયિક રીતે યોગ વર્ગ શરૂ કરવાની માટેની સુવર્ણ તક તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે કાર્ય કરવાની ઉત્તમ તક યોગ બોર્ડ અને તેમની સાથે જોડાયેલ મહાનુભવોના અનુભવ દ્વારા સતત સરળ અને સ્પષ્ટ માર્ગદર્શન.જોડાવા માટે યોગ ટ્રેનર રજીસ્ટ્રેશન માટે લિંક https://www.gsyb.in/RegHostedIndex/ મોરબી જિલ્લા યોગ બોર્ડ કોર્ડીનેટર વાલજીભાઈ ડાભી: 9586282527, ટંકારા તાલુકા માટે કંચનબેન સારેસા 9558926180, ડિમ્પલબેન સારેસા: 9687442735, વાંકાનેર તાલુકા માટે દિપાલીબેન આચાર્ય: 9265256365 નો સંપર્ક કરવો.




Latest News