મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

ટંકારામાં ઘરમાં જ અંતિમ પગલું ભરીને આધેડે જીવન ટૂંકાવ્યું


SHARE







ટંકારામાં ઘરમાં જ અંતિમ પગલું ભરીને આધેડે જીવન ટૂંકાવ્યું

ટંકારાની મેઇન બજારમાં રહેતા આધેડ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો દીકરો પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મૃતકના દીકરા દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આંગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાની મેઇન બજારમાં રહેતા જીતેન્દ્રકુમાર દેવકરણભાઈ પરમાર જાતે મોચી (૫૫) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેનો દીકરો ચિરાગ જીતેન્દ્રકુમાર પરમાર (૨૩) ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની ચિરાગ પરમાર દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ હતી આ બનાવની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના સનાળા ગામ પાસે આવેલ ગોકુલનગરમાં રહેતા શાંતિલાલ નથુભાઈ કડીવાર જાતે દેવીપુજક (૬૦) નામના વૃદ્ધને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી તે ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવાની મોરબી સીટી એ ડિવઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે અને તેની પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ સનાળા રોડે ઉમિયા સર્કલ પાસે પૈસા બાબતે બોલાચાલી થતા શાંતિલાલ નથુભાઈ કડીવારના દીકરા અને તેના દીકરાની વહુએ તેને માર માર્યો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે






Latest News