મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીના રામનવમીએ ફરાળી લોટની વાનગી ખાધા પછી ૨૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિગ


SHARE







મોરબીના રામનવમીએ ફરાળી લોટની વાનગી ખાધા પછી ૨૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિગ

મોરબીમાં રામનવમીના દિવસે લોકો ફરાળી લોટની વાનગી ભોજનમાં લેતા હોય છે તેવી જ રીતે મોરબીના જુદાજુદા વિસ્તારમાં રહેતા લોકોએ સિંગોળાના લોટમાંથી બનેલ ફરાળી વાનગી ખાધી હતી ત્યાર બાદ ફૂડ પોઈઝનિગ થયું હતું જેથી કરીને ૨૦થી વધુ લોકોને ઉલ્ટી થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પીટલ, નક્ષત્ર હોસ્પીટલ સહિતના સ્થળે લઈને આવ્યા હતા અને એક મહિલાને વધુ સારવારમાં માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પીટલ અને નક્ષત્ર હોસ્પીટલમાં ૨૦ જેટલા લોકોને સારવાર માટે લઈને આવ્યા હતા તેવું સ્થાનિક હોસ્પિટલના સ્ટાફ પાસેથી જાણવા મળ્યું છે તેવી જ રીતે મોરબીમાં આવેલ અવધ સોસાયટીમાં રહેતા જયદીપભાઈના પરિવારજનોએ દ્વારા રામનવમીના દિવસે ઉપાવસ કરવામાં આવ્યો હતો અને તેઓએ સિંગોળાના ફરાળી લોટની વાનગી બનાવીને તેઓ ભોજનમાં લીધી હતી જેથી કરીને દિપ્તીબેન જતીનભાઈ, બીનાબેન જયદીપભાઈ, પ્રાચી જયદીપભાઈ, જતીનભાઈ મહેન્દ્રભાઈ અને ભાવનાબેન મહેન્દ્રભાઈને ઉલ્ટીઓ થવા લાગી હતી જેથી તેને સારવાર માટે શ્યામ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી ભાવનાબેન મહેન્દ્રભાઈને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં લઈને ગયા છે 






Latest News