મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રેડર્સ પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર એક વ્યાજખોરની ધરપકડ: એકની શોધખોળ


SHARE









મોરબીમાં ટ્રેડર્સ પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર એક વ્યાજખોરની ધરપકડ: એકની શોધખોળ

મોરબીમાં ટાઈલ્સ ટ્રેડિંગનું કામ કરતા યુવાને ૪૦ ટકા જેટલા ઉંચા વ્યાજે ધંધા માટે રૂપિયા લીધા હતા અને તેની સામે તેણે મૂડી અને વ્યાજની રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા તેના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે પૈકીનાં એક આરોપીની ધરપકડ કરેલ છે

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દેવ એપાર્ટમેન્ટના ફ્લેટ નં- ૫૦૪ માં રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરતા કેતનભાઇ મગનભાઈ પટેલ (૩૬) નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે માધવભાઈ જીવણભાઈ જીલરીયા તથા જયદીપભાઇ પઢિયાર રહે બંને સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તેની હેમરત્ન ચેમ્બરમાં કેતન કોટન કંપની નામની દુકાન આવેલ છે અને તે રોમટિરિયલ્સ તેમજ ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરે છે તેને રૂપિયાનું જરૂર હોવાથી જયદીપભાઇ પઢીયાર મારફતે તેણે માધવભાઈ જીલરીયા પાસેથી સમયાંતરે બે વખત વ્યાજે રૂપિયા લીધા હતા જેમાં ચાર લાખ રૂપિયા ૮ ટકા વ્યાજ લેખે અને પાંચ લાખ રૂપિયા માસિક ૪૦ ટકા વ્યાજ લેખે લીધા હતા જેની સામે ફરિયાદી યુવાને ૬.૫૨ લાખ વ્યાજના તથા મૂડીના ત્રણ લાખ રૂપિયા આમ કુલ મળીને ૯,૫૨,૦૦૦ ચૂકવી દીધા છે તેમ છતાં પણ માધવભાઈ જીલરીયાએ તેની પાસેથી એચડીએફસી બેન્કના ચાર કોરા ચેકમાં સહી કરાવી હતી અને તે પૈકીના એક ચેકને બેંકમાં વટાવીને ચેક રિટર્ન કરી નેગોશિયેબલ એક્ટ મુજબ તેની સામે કેસ કરી ફરિયાદી પાસેથી વધુ પૈસા આપવા માટે થઈને પઠાણી ઉઘરાવી કરવામાં આવી રહી હતી અને ટાંટિયા ભાંગી નાખવા માટેની ધમકી દેવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પીએસઆઈ આર.એન. ભટ્ટ દ્વારા આરોપી જયદીપભાઇ ઉર્ફે લાલો ગિરીશભાઈ પઢિયાર જાતે રબારી (૨૮) રહે સનાળા શક્તિ માતાજીનાં મંદિર પાસે વાળાની ધરપકડ કરવામાં આવી છે અને માધવભાઈ જીવણભાઈ જીલરીયા નામના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News